Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદી માટે જીવલેણ ધમકી, મુંબઈ પોલસીને વૉટ્સએપ પર આવ્યો ઑડિયો મેસેજ

PM મોદી માટે જીવલેણ ધમકી, મુંબઈ પોલસીને વૉટ્સએપ પર આવ્યો ઑડિયો મેસેજ

22 November, 2022 06:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પીએમ મોદીને મારી નાખવાની ધમકી મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


ગુજરાત ચૂંટણીની (Guajrati Election) પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી (Death Threat) આપવામાં આવી છે. આ ધમકી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને (Mumbai Police Traffic Control Room) મોકલવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના (Mumbai Traffic Police)વૉટ્સએપ નંબર (WhatsApp No.)પર એક ઑડિયો મેસેજ (Audio Message) આવ્યો છે. ટીવી 9ના રિપૉર્ટ પ્રમાણે આ ઑડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીને મારી નાખવા માટે દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) ડી કંપનીના બે જૂથને કામ સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીને મારી નાખવાની ધમકી મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.

ધમકીભર્યો આ ઑડિયો મેસેજ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. ધમકીનો ઑડિયો મેસેજ મોકલનારે દાઉદ ઇબ્રાહિમના તે બે જૂથના નામ પણ જણાવ્યા છે, જેને પીએમ મોદીને મારી નાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમના નામ મુસ્તફા અહમદ અને નવાજ છે. પણ ઑડિયો મોકલનારે પોતાનું નામ જણાવ્યું નથી. આ ઑડિયો ક્લિપ હિન્દીમાં છે.ધમકીભર્યા ઑડિયો ક્લિપ મોકલનારની શોધમાં મુંબઈ પોલીસ
પીએમ મોદીને મારી નાખવાની ધમકીભરેલ ઑડિયો ક્લિપના અત્યાર સુધી કુલ 7 મેસેજ મોકલવામાં આવી ચૂક્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મેસેજ મોકલનારને શોધવાના પ્રયત્નો કર્યા છે. એક હીપા વેપારીની પૂછપરછ કરવામાં આવી છે. આનું કારણ એ છે કે તે વૉટ્સએપ મેસેજમાં એક તસવીર પણ મોકલવામાં આવી છે. આ તસવીર સુપ્રભાત વેજ નામની વ્યક્તિને મળી છે. આ શખ્શ સંબંધિત હીરા વેપારી પાસે કામ કરતો હતો. તેની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે કામ પરથી કાઢી નાખવામાં આવ્યો હતો.


મુંબઈ પોલીસને સતત એવી ધમકીઓ મળી રહી છે. થોડાંક જ દિવસ પહેલા મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો. પાકિસ્તાનના એક નંબર પરથી આવેલા આ કૉલમાં 26/11 જેવા હુમલાની ધમકી આપવામાં આવી હતી. તે મામલે વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. આ સિવાય આવા જ એક ફોનમાં મુંબઈના અંધેરી ઇનફિનિટી મૉલ, જુહૂના પીવીઆર અને સાંતાક્રૂઝની ફાઈવ સ્ટાર હોટલ સહારને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ કૉલ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર આવ્યો હતો.

દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનું નામ આવતા અટકળો વેગવાન
આ વખતે જે મુંબઈ પોલીસને ધમકી મળી છે, તેમાં દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ડી કંપનીના બે જૂથને આ કામ સોંપવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ આથી એકદમ સતર્ક થઈ ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈ અંડરવર્લ્ડ વધારે સક્રીય નહોતું. એવામાં પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે અંડરવર્લ્ડ ફરીથી એક્ટિવ તો નથી થયું ને.


આ પણ વાંચો : મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો ફોન, હાજીઅલી દરગાહ પર હુમલાની ધમકી

સતત મુંબઈ પોલીસને આવી રહ્યા છે ધમકીભર્યા કૉલ
આ પહેલા સાંતાક્રૂઝમાં રહેતા એક શખ્સને પણ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેણે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ પણ નોંધાવી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, બૉમ્બ બ્લાસ્ટ કરવો છે, ઇન્ડિયામાં તબાહી મચાવવાની છે. ત્યાર બાદ મુંબઈ પોલીસ અલર્ટ થઈ હતી. થોડાંક દિવસ પહેલા આ રીતે જ મુકેશ અંબાણી અને તેમના પરિવારને અને તેમના હૉસ્પિટલને ઉડાડવાની ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. પણ પછી આ ધમકીઓ ખોટી સાબિત થઈ.

સતત એવી ધમકીઓ સામે આવી રહી છે, જેમાંથી ધમકી આપનાર ક્યારેક નશામાં ધમકી આપવાની વાત કબૂલે છે તો ક્યારેક તે કોઈ હોટેલવાળાને સબક શીખવવા માટે તે હોટેલના ફોન પરથી ધમકી આપવાની વાત કબૂલે છે. જો કે, પોલીસ દરેકવખતે આ ધમકીઓને લઈને સતર્કતા વધારી દે છે અને કૉલરની તપાસમાં લાગી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK