મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યા કોલ મળવાનો સિલસિલો સતત ચાલુ છે

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસ (Mumbai Police) કંટ્રોલ રૂમને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. મુંબઈની હાજીઅલી દરગાહ પર આતંકી હુમલાની ધમકી ફોન પર આપવામાં આવી છે. દરમિયાન પોલીસે માહિતી આપી છે કે આ ફોન ઉલ્હાસનગરથી આવ્યો હતો.
મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યા કોલ મળવાનો સિલસિલો સતત ચાલુ છે. ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે અને આ ફોન પરથી મુંબઈની પ્રખ્યાત હાજિઅલી દરગાહ પર આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે. ફોન મળતાં જ તાડદેવ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત BDDS, કોન્વેન્ટ વેન પણ બોલાવવામાં આવી હતી. પોલીસે L&Tના પ્રોજેક્ટ સાઈટ હાજીઅલી દરગાહની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ કોઈને કંઈ મળ્યું નહીં.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ફરીથી ફોન કર્યો હતો જેના પર ધમકી મળી હતી, પરંતુ ફોન સ્વીચ ઑફ હતો. ધમકીભર્યો ફોન ખરેખર ક્યાંથી આવ્યો? તેની પાછળનો સાચો હેતુ શું હતો? પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિ ઉલ્હાસનગરનો છે. તેમ જ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, ગઈકાલે (3 નવેમ્બર, 2022) બપોરે 2 વાગ્યાની આસપાસ ધમકીનો કોલ આવ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રને બદલે ગુજરાતની સેવા કરવા શિંદે સરકાર રચાઈ છે : જયંત પાટીલ

