ગૂગલે સ્પષ્ટતા કરી કે મહિલા જે રસ્તે ગઈ એ અમે દેખાડ્યો જ નહોતો
થોડા દિવસ પહેલાં ખાડીમાં પડેલી ગાડી.
થોડા દિવસ અગાઉ એક મહિલા કાર ચલાવતી વખતે ગૂગલ મૅપ્સના નૅવિગેશનને કારણે ખાડીમાં પડી ગઈ હોવાના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ ગૂગલના નૅવિગેશન વિશે અનેક લોકોએ સવાલ ઊભા કર્યા હતા. એનો જવાબ તાજેતરમાં જ ગૂગલના પ્રવક્તાએ આપ્યો હતો. ગૂગલના ઑફિશ્યલ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે ‘બ્રિજની નીચેથી પસાર થતો રસ્તો નૅવિગેશન માટે દર્શાવવામાં નથી આવ્યો અને અમારા ઇન્ટર્નલ રિવ્યુ મુજબ મૅપ દ્વારા એ રસ્તો સૂચવવામાં પણ નહોતો આવ્યો. આ વિસ્તારમાં ગૂગલ દ્વારા માત્ર એક જ રૂટ સૂચવવામાં આવે છે, જે પનવેલ ક્રીક પર આવેલા બેલાપુર બ્રિજ પર થઈને જાય છે.’
પોલીસે આપેલી માહિતી મુજબ મહિલાએ ધ્રુવતારા જેટીનો ફ્લાયઓવર લેવાનો હતો, પરંતુ તે કન્ફ્યુઝ થઈ ગઈ અને ભૂલથી તેણે ખાડીમાં જતો રસ્તો પકડી લીધો હતો. તેથી આ માનવીય ભૂલને કારણે થયેલી દુર્ઘટના હતી.
ADVERTISEMENT
બચકે રહના રે બાબા...

સાયન-પનવેલ હાઇવે પર કામોઠે નજીક ખાડાઓએ રસ્તાની કેવી દુર્દશા કરી છે જોઈ લો.


