Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પોલીસની ડિજિટલ રક્ષક હેલ્પલાઇને પાંચ વ્યક્તિઓને ડિજિટલ અરેસ્ટથી બચાવી

મુંબઈ પોલીસની ડિજિટલ રક્ષક હેલ્પલાઇને પાંચ વ્યક્તિઓને ડિજિટલ અરેસ્ટથી બચાવી

Published : 08 May, 2025 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇબર છેતરપિંડીના અનેક કિસ્સામાં સાઇબર ગઠિયાઓ પોતાની ઓળખ સરકારી અધિકારી આપતા હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ આવી ઘટનાનો શિકાર થઈ હોય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ પોલીસે ગયા મહિને ડિજિટલ રક્ષક નામની નવી ચોવીસે કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. એ શરૂ થયાના આશરે ૨૦ દિવસમાં ડિજિટલ અરેસ્ટનો શિકાર થયેલા પાંચ લોકોના પૈસા બચાવી લેવામાં પોલીસને સફળતા મળી હતી. સાઇબર ગુનાઓની વધતીજતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ૧૭ એપ્રિલે મુંબઈ પોલીસે ડિજિટલ રક્ષક સેવા શરૂ કરી હતી. એમાં સાઇબર છેતરપિંડીનો શિકાર થયેલી વ્યક્તિને કાઉન્સેલિંગ સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત સાઇબર છેતરપિંડીના અનેક કિસ્સામાં સાઇબર ગઠિયાઓ પોતાની ઓળખ સરકારી અધિકારી આપતા હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ આવી ઘટનાનો શિકાર થઈ હોય તો એ પણ ચકાસવાનું કામ ડિજિટલ રક્ષકની હેલ્પલાઇનમાં કરવામાં આવે છે.


મુંબઇ પોલીસના સાઇબર વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા મહિનાના અંતમાં ચેમ્બુરમાં રહેતી એક સિનિયર સિટિઝન મહિલાને વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને સામેની વ્યક્તિએ પોતાની ઓળખ CBI અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે તમારા બૅન્ક-ખાતામાં મોટી સંખ્યામાં ગેરકાયદે વ્યવહારો કરવામાં આવ્યા છે, આ ઉપરાંત કેટલાક હવાલા વ્યવહારમાં તમારા આધાર કાર્ડ અને પૅન કાર્ડનો પણ ઉપયોગ થયો હોવાની માહિતી અમને મળી છે અને આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવાથી અમારી ટીમ ગમે ત્યારે તમારી ધરપકડ કરી શકે છે. તે મહિલાને વિશ્વાસ આવે એ માટે તેને કેન્દ્રની એજન્સી CBI અને EDની નોટિસ પણ વૉટ્સઍપ પર મોકલવામાં આવી હતી. ત્યાર બાદ સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે કેટલીક રકમ પણ માગવામાં આવી હતી. જોકે એ સમયે મહિલાની પુત્રી ઘરમાં હોવાથી તેણે તરત જ ડિજિટલ રક્ષક હેલ્પલાઇન પર સંપર્ક કર્યો ત્યારે એ નોટિસ ખોટી હોવાની માહિતી અમારી ટીમ દ્વારા મહિલા અને તેમની પુત્રીને આપવામાં આવી હતી. ત્યાર બાદ બન્નેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે છેલ્લા ૨૦ દિવસમાં કુલ પાંચ લોકોને અમે ડિજિટલ અરેસ્ટના ફ્રૉડથી બચાવી લીધા છે.’



 મુંબઈ પોલીસની હેલ્પલાઇનના 77150 04444 અને 74000 86666 નંબર પર લોકો મદદ માટે ફોન અથવા વૉટ્સઍપ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK