Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ૧૧ લાખમાંથી ૧.૬૮ લાખ નામ જ ખરેખર ડુપ્લિકેટ નીકળ્યાં- ડોર-ટુ-ડોર વેરિફિકેશન ડ્રાઇવમાં ખુલાસો

મુંબઈમાં ૧૧ લાખમાંથી ૧.૬૮ લાખ નામ જ ખરેખર ડુપ્લિકેટ નીકળ્યાં- ડોર-ટુ-ડોર વેરિફિકેશન ડ્રાઇવમાં ખુલાસો

Published : 21 December, 2025 08:42 AM | Modified : 21 December, 2025 08:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધીના મોટા ભાગના કેસોમાં નામ, અટક કે મિડલ નેમ એકસરખાં હોવાને કારણે શંકા ઊભી થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૧,૦૧,૫૦૫ ડુપ્લિકેટ વોટર્સની તપાસ હાથ ધરી છે એમાંથી મોટા ભાગની ચકાસણી થઈ ગઈ હોવાનું BMC અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ૧૫ ટકા એટલે કે લગભગ ૧,૬૮,૩૫૭ લાખ મતદારોનું વેરિફિકેશન પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ મતદારો એક જ વૉર્ડમાં અથવા એકથી વધારે વૉર્ડમાં ડુપ્લિકેટ નામ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી ૨૪,૭૨૧ મતદારોએ ફૉર્મ ‘A’ સબમિટ કરીને તેઓ કયા વૉર્ડમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માગે છે એની માહિતી પણ આપી દીધી છે.  પાછલા લગભગ એક મહિનાથી ચાલતી ડોર-ટુ-ડોર વેરિફિકેશન ડ્રાઇવમાં BMCના અધિકારીઓ દ્વારા ૫૩,૮૦૦થી વધુ લોકોના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. ડુપ્લિકેટ વોટર્સના અત્યાર સુધીના મોટા ભાગના કેસોમાં નામ, અટક કે મિડલ નેમ એકસરખાં હોવાને કારણે ડુપ્લિકેટ મતદાર હોવાની શંકા ઊભી થઈ હોવાનું BMC અધિકારીઓએ જણાવ્યું હતું.

૨૭ ડિસેમ્બર સુધીમાં બાકીના ડુપ્લિકેટ મતદારોની તપાસ પણ પૂરી કરી દેવામાં આવશે અને દરેક મતદાર ફક્ત એક જ વૉર્ડમાં રજિસ્ટર્ડ હશે એવી ખાતરી BMCએ આપી હતી.



લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા મળી હતી, પણ BMC ઇલેક્શનમાં એ સુવિધા નહીં મળે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK