Mumbai News: સાયન સ્થિત ફ્લેન્ક રોડ પર એક સાયકલ ટ્રેક આવેલો છે જે ઘણા સમયથી વપરાતો નહોતો. હવે આ જ જગ્યાએ બીએમસી દ્વારા પે એન્ડ પાર્ક ખોલવામાં આવનાર છે.
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
Mumbai News: બીએમસી દ્વારા પે એન્ડ પાર્ક સુવિધાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયન સ્થિત ફ્લેન્ક રોડ પર એક સાયકલ ટ્રેક આવેલો છે જે ઘણા સમયથી વપરાતો નહોતો. હવે આ જ જગ્યાએ બીએમસી દ્વારા પે એન્ડ પાર્ક ખોલવામાં આવનાર છે.
આ ટ્રેક શન્મુખાનંદ હોલની સામે આવેલો છે અને આશરે ૩૩૧ મીટર લાંબો અને ૧૦ મીટર પહોળો છે. બીએમસીએ આ નિર્ણય કર્યો છે તેની પાછળનો મેઇન ગોલ તો એ જ છે કે આ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિક ભીડમાં ઘટાડો કરવો. અને સ્થાનિક રહેવાસીઓને પાર્કિંગ સુવિધા પૂરી પાડવી.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી ન વપરાઇ રહેલા સાયકલ ટ્રેક વિષે (Mumbai News) વાત કરીએ તો આ સાઇકલ ટ્રેક તાનસા પાઇપલાઇન પર બાંધવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ઝૂંપડીઓ અને રસ્તાની બાજુના વિક્રેતાઓ દ્વારા આ વિસ્તાર પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ જ કારણોસર સાયકલ ટ્રેકનો ઉપયોગ કોઈ કરી શકતું નહોતું. વળી, ટ્રેક પર અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદો પણ કરવામાં આવતી હતી. એવી પણ માહિતી છે કે એફ નોર્થ વોર્ડ દ્વારા અહીં થઈ રહેલ અતિક્રમણ હટાવવાના વારંવાર પ્રયાસો પણ કરવામાં આવતા હતા. છતાં પણ સમસ્યા ઉકેલાઈ રહી નહોતી. ત્યારબાદ બીએમસી દ્વારા જ ફેબ્રુઆરીમાં ફરીથી વ્યવસ્થા કરવા માટે તેમ જ વધુ અતિક્રમણ અટકાવવા માટે પે-એન્ડ-પાર્ક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને હવે જ્યારે અહીં પે એન્ડ પાર્કની સુવિધા કરવામાં આવશે એટલે આ બધી સમસ્યા પર ધી એન્ડ લાગી જશે.
આ જે જગ્યા છે તે બીએમસીના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગનાં અન્ડરમાં આવે છે. જેનાં દ્વારા આ પ્રોજેક્ટ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) જારી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ટ્રેકને નિયમિત પાર્કિંગ વિસ્તારમાં રૂપાંતરિત કરવામાં આવનાર છે. જેનાથી શન્મુખાનંદ હોલ અને ગાંધી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થઈ જશે.
આમ પણ આ વિસ્તારમાં લાંબા સમયથી પાર્કિંગની સમસ્યાઓ (Mumbai News)ને લઈને સ્થાનિક રહેવાસીઓ ફરિયાદો કરતાં હતા. તેઓની માંગણીઓને સંતોષવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીએમસી દ્વારા લેવામાં આવેલા આ પગલાને વિસ્તારના રહેવાસીઓએ વધાવી લીધો છે. ઘણા લોકોએ એક એવી સુવિધા જાળવવા માટે કરદાતાના નાણાંના સતત ખર્ચની ટીકા કરી છે જે હવે તેના મૂળ હેતુને પૂર્ણ કરી રહી નથી. કારણકે આખરે તો અહીં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.
હાઇડ્રોલિક વિભાગે (Mumbai News) એનઓસી જારી કરી હોવા છતાં પણ આ યોજનાને બીએમસીના વધારાના કમિશનર (પ્રોજેક્ટ્સ) અને સંબંધિત વોર્ડ ઓફિસ તરફથી અંતિમ મંજૂરી મળવાની બાકી છે. એકવાર તમામ મંજૂરીઓ મળી જશે ત્યારબાદ આ પ્રોજેક્ટ એફ-નોર્થ વોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવશે.


