Girl Committed Suicide: મુંબઈમાં એક 14 વર્ષની છોકરીનું આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું કારણ કે તેણી તેના પ્રથમ માસિક સ્રાવને કારણે પીડા વિશે તણાવમાં હતી, પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને માસિક ચક્ર વિશે વધારે જાણકારી નહોતી .
પ્રતીકાત્મક તસવીર (પિક્સાબે)
Girl Committed Suicide: મુંબઈના માલવાણી વિસ્તારમાં 14 વર્ષની છોકરીની કથિત આત્મહત્યાથી લોકો ચોંકી ગયા છે. આત્મહત્યાનું કારણ જાણી બધા અચંબિત પામ્યાં હતાં. અહેવાલો અનુસાર, છોકરીને પ્રથમ વખત માસિક સ્રાવ થયો હતો અને તે ખૂબ પીડામાં હતી. એવું કહેવામાં આવ્યું છે કે પીરિયડની પીડાથી ત્રાસીને તેણીએ આત્મહત્યાનું પગલું ભર્યુ. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવતી તેના પીરિયડ્સ વિશે ઓછી અને ખોટી માહિતીના કારણે તણાવમાં હતી.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે સંકળાયેલા વિજય કુમાર યાદવના રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે યુવતીએ 26 માર્ચની સાંજે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. એ વખતે ઘરમાં કોઈ નહોતું. યુવતીના પડોશીઓ અને સંબંધીઓ તેને કાંદિવલીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
પોલીસની પ્રારંભિક પૂછપરછ દરમિયાન મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેણીને પ્રથમ વખત માસિક સ્રાવ થવાથી તે પરેશાન હતી. ભારે પીડાને કારણે તે માનસિક તણાવમાં પણ હતી. અખબાર અનુસાર, એક પોલીસ અધિકારીએ આશંકા વ્યક્ત કરી કે આ કારણથી યુવતીએ પોતાનો જીવ લીધો.
પોલીસે કહ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે પોલીસ મૃતકના મિત્રો સાથે વાત કરશે અને તેના માનસિક તણાવ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત યુવતીની ઓનલાઈન એક્ટિવિટી વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
ઘણા વધુ કેસો
પ્રથમ પીરીયડના કારણે આપઘાતનો આ પ્રથમ કિસ્સો નથી. 16 મે, 2019 ના રોજ, દિલ્હીના બુરારી વિસ્તારમાં 12 વર્ષની છોકરીએ આ જ કારણસર આત્મહત્યા કરી. તેની મોટી બહેને જણાવ્યું હતું કે તે તેના પ્રથમ માસિક સ્રાવના દુખાવાથી પરેશાન હતી.
મુંબઈમાં બનેલી આ ઘટના ચિંતાજનક છે. જો પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોય તો અન્ય વાલીઓ માટે આ એક બોધપાઠ છે કે તેઓએ તેમની દીકરીઓને માસિક ધર્મ વિશે શિક્ષણ આપવું જોઈએ. પરિવાર અને સમાજમાં આ વિશે ખુલીને વાત કરવી ખૂબ જ જરૂરી છે.

