Mumbai News: પનવેલમાં પણ એક 13 વર્ષની છોકરીને વરસાદમાં રમવા માટે તેના માતાપિતા દ્વારા ઠપકો આપ્યા બાદ ઘર છોડી દીધું હતું અને હજી સુધી તે મળી નથી.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
મુંબઈના લોઅર પરેલના લોઢા વર્લ્ડ ક્રેસ્ટ એપાર્ટમેન્ટ્સમાં રહેતી એક 13 વર્ષની છોકરીએ 7 જુલાઈના રોજ 47માં માળેથી કૂદીને આત્મહત્યા કરીને (Mumbai News) હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. એનએમ જોશી પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અકસ્માત મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, મૃતક છોકરીની ઓળખ રિયા અગ્રવાલ તરીકે થઈ છે, જે એક આંતરરાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કરતી હતી. રિયા લક્ઝરી એપાર્ટમેન્ટના 47મા માળે તેના માતા-પિતા અને મોટી ટ્વીન બહેનો સાથે રહેતી હતી.
આ ઘટના 7 જુલાઈના રોજ મોડી રાતે સામે આવી હતી જ્યારે બિલ્ડિંગ સિક્યુરિટી ગાર્ડને બિલ્ડીંગના (Mumbai News) કમ્પાઉન્ડમાં રિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની માહિતી મુજબ 13 વર્ષની રિયાને નજીકની નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે હૉસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ ટેન મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસે રિયાના માતા-પિતા અને બહેનોના નિવેદનો નોંધ્યા હતા. મૃતકના માત-પિતાએ ખુલાસો કર્યો કે રિયા અને તેની જોડિયા બહેનો દરેક પાસે તેમના માતા-પિતાની જેમ અલગ રૂમ હતી. રિયાના માતા-પિતાએ સ્વીકાર્યું કે તે પરિવારના સભ્યો સાથે ભાગ્યે જ વાતચીત કરતી હતી અને તેનો મોટાભાગનો સમય તેના રૂમમાં એકલી વિતાવતી હતી. તેઓ આશા રાખતા હતા કે રિયા આખરે તેના સામાન્ય વર્તનમાં પાછી આવી જશે.
ADVERTISEMENT
આ મામલે તપાસ દરમિયાન પોલીસને શંકા છે કે રિયા ડિપ્રેશન સામે લડી રહી હશે, તેના માતા-પિતા તેની (Mumbai News) સ્થિતિ માટેના કોઈ ચોક્કસ કારણો અથવા આવા પગલાં પાછળના કારણથી અજાણ્યા હતા. આ મામલે તપાસ દરમિયાન પોલીસે તારણ કાઢ્યું હતું કે રિયાએ તેના બેડરૂમની બારીમાંથી કૂદકો માર્યો હતો. તેના માતા-પિતા તરફથી અયોગ્ય વર્તનનો કોઈપણ સંકેતો ન હોવાથી, આ કેસને હાલમાં આકસ્મિક મૃત્યુ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તેમ છતાં, અધિકારીઓ આ મામલે સમાંતર તપાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, નવી મુંબઈ પોલીસે (Mumbai News) પનવેલની એક 13 વર્ષની છોકરીને વરસાદમાં રમવા માટે તેના માતાપિતા દ્વારા ઠપકો આપ્યા બાદ તેના ગુમ થવાની અને અપહરણનો કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું હતું કે આ છોકરીએ 19 જૂને બપોરે પેંઢાર વિસ્તારમાં તેનું ઘર છોડી દીધું હતું જ્યારે તેના માતાપિતાએ તેને વરસાદમાં રમવાની મનાઈ કરી તે બીમાર પડશે ટેવ કહેતા તેણે આવું પગલું ભર્યું હતું. કિશોરીની શોધ કર્યા છતાં તે ન મળતા તેના માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમ જ છેલ્લા અનેક સમયથી સગીર વયના બાળકો દ્વારા આપઘાત કરવાની ઘટનામાં વધારો આવ્યો છે તેમ જ પોલીસ દ્વારા પેરેન્ટ્સને પણ તેમના બાળકોની મોબાઈલ એક્ટિવિટી સહિત તેમના વર્તન પર પણ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

