Mumbai Monsoon: આ વર્ષે ચોમાસુ 7 જૂને આવવાની ધારણા છે. એટલે કે આગામી 8થી 10 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા મોન્સુન પવનો પણ ખૂબ જ મજબૂત રહેશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈના આકાશમાં છેલ્લા થોડાક સમયથી વરસાદી વાદળાં તો બંધાઈ રહ્યા છે. (Mumbai Monsoon) પણ હવે એ જાણવું રહ્યું કે આખરે વરસાદ ક્યારથી શરૂ થઈ જશે? હવામાન નિષ્ણાતોનું માનીએ તો તેઓએ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રી મોન્સુન જોર પકડી લે તેવું જણાવ્યું છે.
અત્યારે મુંબઈમાં ઉકળાટ વધી રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી મુંબઈગરાઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે પ્રાદેશિક હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર બુધવારે રાત્રે મુંબઈમાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને ગુરુવારે મહત્તમ તાપમાન ૩૪. ૪ ડિગ્રી નોંધાયું હતું.
ADVERTISEMENT
હવામાન વિભાગ (Mumbai Monsoon) તરફથી અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આગામી ચાર દિવસમાં હળવો વરસાદ કે પડવાની શક્યતા છે. છતાં, પણ મુંબઈકરને ગરમીથી તો કોઈ રાહત મળશે નહીં જ. છતાં પ્રી મોન્સુન જોર પકડી લે તો થોડી રાહત મળી શકે છે.
હવામાન નિષ્ણાતોના મુજબ આ વર્ષનું ચોમાસું આંદામાન અને નિકોબાર પહોંચી ગયું છે અને 28 મે સુધીમાં તે કેરળ પહોંચે તેવી શક્યતા છે. કેરળમાં પ્રવેશતાની સાથે જ મુંબઈમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી શકે છે.
છેલ્લા કેટલાય વર્ષના આંકડા જોઈએ તો મુંબઈમાં ચોમાસાના આગમનની તારીખ 10 જૂનની આસપાસની જ રહી છે. પરંતુ આ વર્ષે ચોમાસુ 7 જૂને આવવાની ધારણા છે. એટલે કે આગામી 8થી 10 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા મોન્સુન પવનો પણ ખૂબ જ મજબૂત રહેશે.
જો ચોમાસુ (Mumbai Monsoon) આ ગતિએ ચાલુ રહેશે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વર્ષના ચોમાસાનું પહેલું ઝાપટું તીવ્ર બની શકે છે. આગામી ૩થી ૪ દિવસ દરમિયાન થાણે અને નવી મુંબઈમાં વરસાદ પડી શકે છે, પરંતુ મુંબઈમાં વરસાદની શક્યતા ઓછી વર્તાઇ રહી છે.
આજની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી આજે વાવાઝોડું, તોફાની પવન અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સાંજે અથવા રાતના સમયે વરસાદી ઝાપટાં થઈ શકે છે.
દિવસના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે રાત્રિના સમયે તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. (Mumbai Monsoon) સામાન્ય રીતે મુંબઈમાં વાદળછાયું આકાશ, હળવો વરસાદ અને 26 ડિગ્રી સેલ્સિયસ અને 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સ્થિર તાપમાન સાથે 20મે સુધી યથાવત રહે એવી શક્યતા છે.
ચોમાસા પહેલાના વરસાદથી તીવ્ર ભેજમાંથી થોડી રાહત મળી છે, જોકે ગંદકી ચાલુ રહે છે. જેમ જેમ શહેર ચોમાસાની નજીક આવે છે, 10-15 જૂનની વચ્ચે અપેક્ષિત છે, મુંબઈકરો વધુ વાદળછાયું આવરણ, છૂટાછવાયા વરસાદ અને તીવ્ર ઉનાળાની ગરમીથી વિરામની રાહ જોઈ શકે છે.

