મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી મેટ્રોની સવારી પણ કરશે. મુંબઈ મેટ્રો લાઇન - 2A (દહિસર ઈસ્ટ -ડીએન નગર (અંધેરી વેસ્ટ) અને લાઇન 7 (અંધેરી ઈસ્ટ -દહિસર ઈસ્ટ)નું આશરે રૂ. 12,600 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 19 જાન્યુઆરી (ગુરુવાર) ના રોજ બે બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે, મેડ ઇન ઇન્ડિયા, મુંબઈ મેટ્રો લાઇન - 2A (દહિસર ઈસ્ટ -ડીએન નગર (અંધેરી વેસ્ટ) અને લાઇન 7 (અંધેરી ઈસ્ટ -દહિસર ઈસ્ટ)નું આશરે રૂ. 12,600 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે.
મેટ્રો (Mumbai Metro)નું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી મેટ્રોની સવારી પણ કરશે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર દહિસર E અને DN નગર (પીળી લાઇન) ને જોડતી મેટ્રો લાઇન 2A લગભગ 18.6 કિમી લાંબી છે, જ્યારે અંધેરી E-દહિસર E (લાલ લાઇન) ને જોડતી મેટ્રો લાઇન 7 લગભગ 16.5 કિમી લાંબી છે.
આ બંને લાઇનનો શિલાન્યાસ પણ વડાપ્રધાન દ્વારા 2015માં કરવામાં આવ્યો હતો.
જૂન 2006 માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે શિલાન્યાસ કર્યો હતો અને સિસ્ટમની પ્રથમ લાઇન 8 જૂન 2014 ના રોજ કાર્યરત થઈ હતી.
મુંબઈ મેટ્રો 1 ની બ્લુ લાઈન અથવા વર્સોવા-અંધેરી-ઘાટકોપર લાઈન મુંબઈના પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોને જોડે છે. તે રૂ. 4,321 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવ્યું હતું અને મેટ્રો વન ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ (MOOPL) દ્વારા 5 વર્ષના કરાર પર સંચાલિત થાય છે.
આ પણ વાંચો: પઠાન વિવાદ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, નેતાઓને કરી એવી ભલામણ કે...
મેટ્રો સ્ટેશનોનું લિસ્ટ
1. મુંબઈ મેટ્રો લાઇન 2A 18.6 કિમીથી વધુ લાંબી છે
લાઇન 2A પરના સ્ટેશનોની યાદી - અંધેરી (વેસ્ટ), પહાડી ગોરેગાંવ, લોઅર મલાડ, મલાડ (વેસ્ટ), એકસર, મંડપેશ્વર, કંદરપાડા, અપર દહિસર અને દહિસર (ઈસ્ટ), લોઅર ઓશિવારા, ઓશિવારા, ગોરેગાંવ (વેસ્ટ), વલનાઈ, દહાણુકરવાડી , કાંદિવલી (વેસ્ટ), પહાડી એકસર, બોરીવલી (વેસ્ટ). આ લાઇન દહિસર પૂર્વમાં મેટ્રો લાઇન 7ને ક્રોસ કરે છે.
2. મુંબઈ મેટ્રો લાઇન 7 16.5 કિમી લાંબી છે
લાઇન 7 પરના સ્ટેશનોની યાદી: ગુંદાવલી, મોગરા, જોગેશ્વરી (ઈસ્ટ), ગોરેગાંવ (ઈસ્ટ), આરે, ડીંડોશી, કુરાર, અકુર્લી, પોઈસર, મગાથાણે, દેવીપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓવરીપાડા.
મેટ્રોનું ભાડું
0-3 કિમી માટે રૂ. 10
3-12 કિમી માટે રૂ. 20
12-18 કિમી માટે રૂ. 30
18-24 કિમી માટે રૂ.40
24-30 કિમી માટે રૂ.50