Mumbai: ગોરેગાંવ પૂર્વમાં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં મરાઠી બિગ બોસ સેટ પાછળ સ્થિત અન્નપૂર્ણા સેટમાં સવારે ૬.૧૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ (Mumbai)ના ગોરેગાંવના ફિલ્મ સિટી (Goregaon’s Film City)માં હિન્દી ટેલિવિઝન શો ‘અનુપમા’ (Anupamaa)ના સેટ પર સોમવારે વહેલી સવારે આગ લાગી હતી, એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું.
બીએમસી (Brihanmumbai Municipal Corporation) અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોરેગાંવ (પૂર્વ)ના દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (Dadasaheb Phalke Chitranagari)માં મરાઠી ‘બિગ બોસ’ (Bigg Boss) સેટ પાછળ સ્થિત ‘અન્નપૂર્ણા’ ટેલિવિઝન શોના સેટ પર સવારે ૬.૧૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade - MFB)એ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને સવારે ૬.૨૬ વાગ્યે તેને લેવલ I આગ જાહેર કરી.
ADVERTISEMENT
આગ સેટ પરના તંબુમાં લાગી હોવાનું કહેવાય છે. આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર એન્જિન, ચાર જમ્બો વોટર ટેન્કર, એક આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર (Assistant Divisional Fire Officer - ADFO) અને ત્રણ સ્ટેશન ઓફિસરને તૈનાત કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી કોઈ ઈજાના કે જાનહાનિના અહેવાલ નથી. સવારે ૬.૩૧ વાગ્યના અપડેટ્સ મુજબ, અગ્નિશામક કામગીરી હજુ પણ ચાલુ હતી. આ આગની દુર્ઘટનમાં જાનહાનિ થઈ નથી. બાકી સિરિયલના સેટને કેટલું નુકસાન થયું છે તે હજી સુધી જાણી શકાયું નથી.
આ દુર્ઘટના બાબતે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
માહિમમાં ફૂડ સ્ટોલ પર આગ લાગવાથી એકનું મોત, સાત ઘાયલ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ (Disaster Management Department)ના જણાવ્યા અનુસાર, ૧૩ જૂનની સાંજે માહિમ (Mahim)ના કેડેલ રોડ (Cadel Road) પર મખદૂમ શાહ દરગાહ (Makhdoom Shah Dargah) પાસે એક ખાદ્યપદાર્થોની દુકાનમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા.
મુંબઈ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા આઠ ઘાયલ લોકોને સાયન હોસ્પિટલ (Sion Hospital)માં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આગની આ દુર્ઘટનામાં મૃતકની ઓળખ ૩૮ વર્ષીય નૂર આલમ તરીકે થઈ છે. ઘાયલોમાં પ્રવીણ પૂજારી (૩૪ વર્ષ), મુકેશ ગુપ્તા (૩૪ વર્ષ), શિવ મોહન (૨૪ વર્ષ) અને દીપાલી ગોડાટકર (૨૪ વર્ષ)નો સમાવેશ થાય છે. આ સિવાય આગની આ ઘટનામાં સના શેખ (૨૫ વર્ષ), શ્રીદેવી બાંદીછોડે (૩૧ વર્ષ) અને કમલેશ જયસ્વાલ (૨૨ વર્ષ) પણ ઘાયલ થયા છે.
આ આગ ૧૩ જુને શુક્રવારે સાંજે ૬.૧૭ વાગ્યે લાગી હોવાની જાણ થઈ હતી અને ૨૫ મિનિટમાં એટલે કે ૬.૪૦ વાગ્યે તેને કાબુમાં લેવામાં આવી હતી. આ સમય દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના પણ અહેવાલ છે. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ, એક પાણીનું ટેન્કર અને બે ફાયર એન્જિન કામે લાગ્યા હતા. બાદમાં આગ કાબુમાં આવી હતી.

