આગ લાગ્યાની જાણ થતાં જ 15 માળના બિલ્ડિંગના રહેવાસીઓ નીચે કમ્પાઉન્ડમાં દોડી ગયા હતા. ફાયર-બ્રિગેડે તરત જ ફાયર-એન્જિન મોકલાવ્યાં હતાં.
ઘાટકોપરની ઑર્ચર્ડ રેસિડન્સીમાં આગ
ઘાટકોપર-વેસ્ટમાં આર સિટી મૉલની પાછળ આવેલી ઑર્ચર્ડ રેસિડન્સીના ટાવર-નંબર ૬માં ગઈ કાલે બપોરે ૧૨.૪૦ વાગ્યે ચોથા માળે આવેલા એક ફ્લૅટમાં આગ લાગી હતી.
આગ લાગ્યાની જાણ થતાં જ 15 માળના બિલ્ડિંગના રહેવાસીઓ નીચે કમ્પાઉન્ડમાં દોડી ગયા હતા. ફાયર-બ્રિગેડે તરત જ ફાયર-એન્જિન મોકલાવ્યાં હતાં. આગની જ્વાળાઓ બારીમાંથી બહાર લબકારા મારી રહી હતી. બહુ જ મોટા પ્રમાણમાં ધુમાડો પણ ફેલાયો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પણ જે ફ્લૅટમાં આગ લાગી હતી એમાં નુકસાન થયું છે. ફાયર-બ્રિગેડનું કહેવું હતું કે આગ એક જ રૂમ પૂરતી સીમિત હતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

