મુંબઈની લોકલ ટ્રેન (Mumbai Local Train)માં મુંબઈ રેલવે પોલીસે 19 વર્ષની યુવતીની છેડતીનો ભેદ ઉકેલ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેન (Mumbai Local Train)માં મુંબઈ રેલવે પોલીસે 19 વર્ષની યુવતીની છેડતીનો ભેદ ઉકેલ્યો છે. આ મામલામાં રેલવે પોલીસે યુટ્યુબ પર અશ્લીલ ભોજપુરી ગીત બનાવનાર દીપક પૂજારી નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
દીપક પૂજારીના યુટ્યુબ પર ઘણા ભોજપુરી મ્યુઝિક વીડિયો છે. મોટાભાગના મ્યુઝિક વીડિયો ભોજપુરી પોર્ન ગીતો પર બનાવવામાં આવ્યા છે. રેલ્વે પોલીસના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અનિલ કદમના જણાવ્યા અનુસાર, આરોપી ગાયક દીપકે બોરીવલી સ્ટેશન પર 26 માર્ચે પરીક્ષા આપવા જઈ રહેલી 19 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી.
કડીઓના આધારે ગાયક દીપક પૂજારીની ધરપકડ
વિદ્યાર્થીએ આ અંગે બોરીવલી રેલવે પોલીસને ફરિયાદ કરી હતી. કેસ નોંધ્યા બાદ રેલવે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સમાંથી મળેલા સંકેતોના આધારે આરોપી ગાયક દીપક પૂજારીની પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંંચો: Gujarat Crime:મિત્રને ઘરે બોલાવ્યો, તલવારથી માથું ઉડાડી કર્યા લાશના ટુકડા,જાણો કારણ
આરોપી ગાયક દીપક પૂજારીએ ગુનો કબૂલ્યો
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગાયક દીપક પૂજારીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે. તે વિદ્યાર્થીનીની છેડતી કરીને વિરાર ભાગી ગયો હતો પરંતુ ટેકનિકલ તપાસમાં મળેલી કડીઓના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જોડાઈ
આરોપીની ધરપકડ બાદ પોલીસ તેના ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસમાં વ્યસ્ત છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ આરોપી દીપક પૂજારીએ ઘણા ભોજપુરી આલ્બમમાં ગીતો ગાયા છે.