ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને રાહત: આવતી કાલથી છ વધુ લોકલ થશે ૧૫ ડબ્બાની

વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને રાહત: આવતી કાલથી છ વધુ લોકલ થશે ૧૫ ડબ્બાની

26 March, 2023 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પશ્ચિમ રેલવેના મુસાફરોને આ પગલાથી મુસાફરોને ઘણી રાહત મળશે. લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ રેલવે (Western Railway)એ 27 માર્ચ 2023થી છ 12 કોચની લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓને 15 કોચ સેવાઓમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે, પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર 15 કોચ સેવાઓની સંખ્યા 144થી વધીને 150 થઈ જશે. તેનાથી દરેક ટ્રેનની વહન ક્ષમતામાં પણ 25 ટકાનો વધારો થશે.

પશ્ચિમ રેલવેના મુસાફરોને આ પગલાથી મુસાફરોને ઘણી રાહત મળશે. લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે. જોકે કે 79 એસી લોકલ સેવાઓ સહિત સામાન્ય લોકલ 1383 સેવાઓમાં કોઈ ફેરફાર થશે નહીં. આ વધારો મુસાફરોને તેમની સુવિધામાં વધારો કરશે. આ વધારા સાથે પ્રવાસીઓ આા ગરમીમાં આરામથી પ્રવાસ કરી શકશે.


ઉલ્લેખનીય છે કે આટલી ગરમી છતાં પશ્ચિમ રેલવેએ એસી લોકલની સંખ્યામાં વધારો કર્યો નથી. તાપમાનમાં વધારો થવાને કારણે મુસાફરો માટે એસી લોકલ ટ્રેન પહેલી પસંદગી બની છે, પરંતુ માગને પહોંચી વળવા માટે માત્ર 13 ટ્રેનો છે. 238 નવી એસી લોકલ માટે દિલ્હી મોકલવામાં આવેલો પ્રસ્તાવ હજી પણ અનંત ચર્ચાઓ સાથે ફાઇલમાં જ છે. હજી સુધી એસી લોકલ ટ્રેનોનો એક પણ ઓર્ડર આપવામાં આવ્યો નથી.


શહેરને મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (MUTP) હેઠળ 238 નવી 12-કાર એસી લોકલ ટ્રેનો મળવાની હતી, જેમાં MUTP-3 હેઠળ 47 અને MUTP-3A હેઠળ 191 નિર્ધારિત હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રેલવે મંત્રાલય સાથે ચર્ચા-વિચારણા કરીને 238 એસી ટ્રેનોની ખરીદી માટે બિડ દસ્તાવેજો અને વિશિષ્ટતાઓ પર કામ ચાલી રહ્યું છે. ભંડોળ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે નાણાકીય કરાર પર પણ કામ ચાલી રહ્યું છે. રેલવે અને મહારાષ્ટ્ર સરકાર બંને MUTP માટે ભંડોળ પૂરું પાડશે.

આ પણ વાંચો: હવે માલવાણી અને ચારકોપના રહેવાસીઓએ કરી મેટ્રો સ્ટેશનની માગ


હવે જોવું રહ્યું કે સરકાર પશ્ચિમ રેલવેના આ પ્રસ્તાવને ક્યારે લીલી ઝંડી આપે છે.

26 March, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK