Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: વિરારમાં ગરબા રમતાં રમતાં યુવકનું મોત, આઘાત લાગતા પિતાના પ્રાણ પણ છૂટ્યા 

Mumbai: વિરારમાં ગરબા રમતાં રમતાં યુવકનું મોત, આઘાત લાગતા પિતાના પ્રાણ પણ છૂટ્યા 

03 October, 2022 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લાના વિરાર (Virar)શહેરમાં એક ગરબા કાર્યક્રમ (Garba Event)માં ડાન્સ કરતી વખતે 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

મનીષ નરપજી અને તેના પિતા

મનીષ નરપજી અને તેના પિતા


મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લાના વિરાર (Virar)શહેરમાં એક ગરબા કાર્યક્રમ (Garba Event)માં ડાન્સ કરતી વખતે 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે વિરારના ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં એક ગરબા કાર્યક્રમમાં ડાન્સ કરતી વખતે મનીષ નરપજી સોનિગ્રા પડી ગયો હતો.

આ વ્યક્તિને તેના પિતા નરપજી સોનિગ્રા હોસ્પિટલમાં લઈ ગયા હતાં, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પિતા પણ ભાંગી પડ્યા અને સ્થળ પર જ મૃત્યુ પામ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આ સંબંધમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK