Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખરે ગીતાને મહારાષ્ટ્રમાં મળી તેની મા

આખરે ગીતાને મહારાષ્ટ્રમાં મળી તેની મા

12 March, 2021 09:58 AM IST | Parbhani/Mumbai
Agency

આખરે ગીતાને મહારાષ્ટ્રમાં મળી તેની મા

ગીતા અને સુષમા સ્વરાજ

ગીતા અને સુષમા સ્વરાજ


૨૦ વર્ષ પહેલાં ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલી મૂક-બધિર છોકરીનું તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવવાનું સ્વર્ગસ્થ વિદેશપ્રધાન સુષમા સ્વરાજનું સપનું આખરે ગયા સપ્તાહે સાકાર થયું હતું.૨૯ વર્ષની ગીતા આખરે પરભણીના તેના ઘરે પાછી આવી ગઈ હતી. પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ગીતાની માતાની સઘન શોધખોળ ચાલી રહી હતી ગીતા ૯ વર્ષની હતી ત્યારે જિંતુરથી ગુમ થઈ ગઈ હતી. જુદી-જુદી ટ્રેનોમાં ફરતી-ફરતી ૨૦૦૦માં તે પાકિસ્તાન પહોંચી ગઈ હતી.

૨૦ વર્ષ પહેલા જિંતુરમાં રહેતી મીના વાઘમારે અને (હાલમાં મીના પાંઢરે)એ ગીતા પોતાની દીકરી હોવાનો દાવો કર્યો હતો. ગીતાનું સાચું નામ રાધા સુધાકર વાઘમારે છે. હાલ ગીતાની જવાબદારી લેનાર ઇન્દોરના આનંદ સેવા ફાઉન્ડેશનના અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર પુરોહિતે ગીતાની માતા હોવાનો દાવો કરનાર મીના પાંઢરેની ડીએનએ-ટેસ્ટ કરવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2021 09:58 AM IST | Parbhani/Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK