° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


ફાયર-ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની તંગીથી વધ્યું કામનું દબાણ

01 November, 2012 05:16 AM IST |

ફાયર-ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની તંગીથી વધ્યું કામનું દબાણ

ફાયર-ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની તંગીથી વધ્યું કામનું દબાણફાયર-બ્રિગેડમાં સ્ટાફની ભારે કમીને કારણે કર્મચારીઓ પર કામનું દબાણ વધી ગયું છે જેને કારણે ફાયર-બિગ્રેડના અધિકારીઓ અપસેટ અને હતાશ છે. ફાયર-ડિપાર્ટમેન્ટ કુલ ૯૮ અધિકારીઓ કામ કરી શકે એટલી ક્ષમતા છે, પણ ૨૯ જગ્યા છેલ્લા એક વર્ષથી ખાલી હોવાને કારણે કામનું દબાણ વધી ગયું છે.

ફાયર-ડિપાર્ટમેન્ટ દ્વારા કૉલને ન્યાય આપવા જેવી નિયમિત જવાબદારી સિવાય અધિકારીઓ પર પ્રાઇવેટ ઇમારતોના ફાયર-ઑડિટ તેમ જ મૉલ, મલ્ટિપ્લેક્સ, હૉસ્પિટલ્સ તેમ જ મહાનગરપાલિકાની સ્કૂલોની ઇમારતના ઇન્સ્પેક્શન જેવી ઘણી જવાબદારીઓ હોય છે  અને ઓછા સ્ટાફને કારણે આ જવાબદારીનું દબાણ વધી જાય છે.

બહુમાળી ઇમારતોમાં આગ લાગવાની દુર્ઘટનાઓનું પ્રમાણ ઘટે એ માટે મહારાષ્ટ્ર  ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ ઍક્ટ ૨૦૦૬ અંતર્ગત નવી ઇમારતોમાં ફાયર-ફાઇટિંગ સાધનો લગાવવાનું તેમ જ વર્ષમાં બે વખત આ વ્યવસ્થા બરાબર કામ કરતી હોવાનું લાઇસન્સ્ડ એજન્સી પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. નામ ન આપવાની શરતે એક ફાયર-ઑફિસરે કહ્યું હતું કે નિયમ પ્રમાણે દરેક ફાયર-સ્ટેશન ઑફિસરે એક મહિનામાં ઓછામાં ઓછી ચાર બહુમાળી ઇમારતનું ઇન્સ્પેક્શન કરીને એનો રિપોર્ટ તેના ઉપરી અધિકારીને આપવાનો હોય છે, પણ અત્યારના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાં આ માટે સમય કાઢવો અશક્ય છે.

હાલમાં ફાયર-ડિપાર્ટમેન્ટમાં પાંચ ડિવિઝનલ ફાયર-ઑફિસર્સને ડેપ્યુટી ચીફ ફાયર-ઑફિસર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ કોઈ જુનિયર અધિકારીને પ્રમોશન નથી મળ્યું. આને કારણે અધિકારીઓનું મનોબળ તૂટી ગયું છે. પોતાની સમસ્યા વિશે વાત કરતાં એક ફાયર-ઑફિસરે કહ્યું હતું કે ‘સિનિયરોએ પોતાનો રસ્તો કરી લીધા બાદ જુનિયર પોસ્ટ પણ ભરવી જોઈએ જેથી કામ વધારે સરળતાથી થઈ શકે. હાલમાં સાઉથ મુંબઈથી માહિમ અને સાયન સુધી ફેલાયેલા તળ મુંબઈના વિસ્તારમાં માત્ર એક ડિવિઝનલ ફાયર-ઑફિસર છે. તે રજા પર જાય છે ત્યારે ઉપનગરના બે ફાયર-ઑફિસરોએ તેની જવાબદારી લેવી પડે છે જેને કારણે તેમના કામ પર અસર પડે છે.’

ચીફ ફાયર-ઑફિસર એસ. વી. જોશીએ આ વિશે જણાવ્યું હતું કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને અમે ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. આ ભરતી થઈ જાય પછી છ મહિના તેમની ટ્રેઇનિંગ ચાલશે.

01 November, 2012 05:16 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

દસ દિવસમાં મુંબઇ આવ્યા લગભગ સાડા 3 લાખ લોકો, ટેસ્ટિંગમાં ભૂલથી સ્થિતિ થશે બેકાબૂ

મહારાષ્ટ્રમાં લૉકડાઉન પછી જ્યારે મજૂરોનું પલાયન થઈ રહ્યું હતું, ત્યારે પશ્ચિમ રેલવેએ પણ યૂપી અને બિહાર માટે ટ્રેનો ચલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે પર લગભગ 50 હજાર લોકો યૂપી, બિહાર અને ઉત્તરાખંડથી મુંબઇ આવ્યા છે.

15 May, 2021 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ચક્રવાત `તૌક્તે`ની આગાહી દરમિયાન મુંબઇના તટીય વિસ્તાર કરાવામાં આવ્યા ખાલી- મેયર

મુંબઇની મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, "અમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે કે 15 અને 16 મેના ચક્રવાત પ્રભાવિત કરી શકે છે. તેથી અમે નીચાણવાળા વિસ્તારો અંગે કામ કરી રહ્યા છીએ.

15 May, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મ્યુકરમાઇકોસિસને રોકવા બીએમસી કરશે કોરોનાના સાજા થયેલા દરદીઓનું ફૉલો-અપ

મ્યુકરમાઇકોસિ‌સનાં સંભવત લક્ષણો પર ચાંપતી નજર રાખવાનું દરેક વૉર્ડને કહેવામાં આવ્યું છે

15 May, 2021 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK