મુંબઈ સેન્ટ્રલમાં પંડિત મદનમોહન માલવિયા માર્ગ પર હાજી અલી નજીકના જાણીતા હીરા પન્ના શૉપિંગ મૉલની બે દુકાનમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ સેન્ટ્રલમાં પંડિત મદનમોહન માલવિયા માર્ગ પર હાજી અલી નજીકના જાણીતા હીરા પન્ના શૉપિંગ મૉલની બે દુકાનમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ કરાયા બાદ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર-બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. સદ્ભાગ્યે દુકાનો બંધ હતી એટલે આગમાં કોઈ દાઝ્યું નહોતું, પણ દુકાનનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એકાદ કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
આ પહેલાં ગોરેગામ-ઈસ્ટમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પાર્કની પાછળની સ્લોપવાળી હિલમાં શનિવારે રાતે ૧૨.૧૪ વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર-બ્રિગેડની ટીમે એ બે કલાકમાં બુઝાવી દીધી હતી.


