Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા પડાવતા ૮૦ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો સામે FIR

ઍરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા પડાવતા ૮૦ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો સામે FIR

Published : 10 March, 2026 09:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સહાર પોલીસે મહિલા સબ-ઇન્સ્પેક્ટર સ્મિતા પેડણેકરને ટૂરિસ્ટ બનાવીને ઍરપોર્ટ પરથી બહાર મોકલી હતી

મુંબઈ ઍરપોર્ટ

મુંબઈ ઍરપોર્ટ


મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ T-2 પર ટૅક્સી કે રિક્ષાવાળા ભાડારૂપે વધારાના પૈસા પડાવતા હોવાની ફરિયાદ મળતાં સહાર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા બે મહિનામાં આ સંદર્ભે ૮૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયા છે અને આરોપી રિક્ષા-ડ્રાઇવર અને ટૅક્સી-ડ્રાઇવર સામે ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

સહાર પોલીસે મહિલા સબ-ઇન્સ્પેક્ટર સ્મિતા પેડણેકરને ટૂરિસ્ટ બનાવીને ઍરપોર્ટ પરથી બહાર મોકલી હતી. તેણે કોલાબા જવા માટે ટૅક્સી કરી ત્યારે ડ્રાઇવરે કોલાબા જવાના ૧૭૦૦ રૂપિયા માગ્યા હતા અને એ પછી વધારાના ૩૫૦ રૂપિયા માગ્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી છે. 



અન્ય એક કિસ્સામાં ૧૨ જાન્યુઆરીએ અમેરિકાથી આવેલી એક મહિલા પ્રવાસી પાસેથી ૨૦૦ ડૉલર લઈને ટૅક્સી-ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસ-ફરિયાદ નોંધાતાં તેને ઝડપી લેવાયો હતો. 


પોલીસે શું કાર્યવાહી કરી? 


 જાન્યુઆરીથી શરૂ થયેલી આ કાર્યવાહી અંતર્ગત માથાભારે ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરો સામે કુલ ૮૦ FIR દાખલ કરવામાં આવ્યા છે, એમાંથી ૧૩ કેસ રિક્ષા-ડ્રાઇવર સામે નોંધાયા છે. 
 તેમનાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે અને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસને કહીને તેમની પરમિટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કૅન્સલ કરવા જણાવાયું છે.  
 અત્યાર સુધી ૬ જણની ધરપકડ કરવામાં આવી છે. 
 પ્રવાસીઓ માટે પોલીસ ફૅસિલિટી સેન્ટર પાર્કિંગના છઠ્ઠા માળે બનાવવામાં આવ્યું છે જે જાન્યુઆરીથી શરૂ થયું છે.  


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK