ન્યુ ઇન્ડિયા કો-આૅપરેટિવ બૅન્કના કેસમાં હિતેશ મહેતાએ શું જવાબ આપ્યા એનો રિપોર્ટ ૧૭ માર્ચ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે
૧૨૨ કરોડના કૌભાંડના મુખ્ય આરોપીને લાઇ ડિટેક્શન ટેસ્ટમાં પૂછવામાં આવ્યા ૫૦ સવાલ
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડમાં આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ ગઈ કાલે મુખ્ય આરોપી હિતેશ મહેતાની લાઇ ડિટેક્શન ટેસ્ટ કરી હતી.



