Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૅન્ટ ઉતારીને પાઇલ્સના જખમ દેખાડ્યા તોય ઉપરી અધિકારીએ રજા ન આપી

પૅન્ટ ઉતારીને પાઇલ્સના જખમ દેખાડ્યા તોય ઉપરી અધિકારીએ રજા ન આપી

Published : 05 March, 2026 04:19 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખરે તેણે પોતાની આ વાતનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકી દીધો. ડૉક્ટરની ચિઠ્ઠી સાથે તેણે સોશ્યલ મીડિયા પર મૂકેલી વાત પછી રેલવે યુનિયને હસ્તક્ષેપ કર્યો હતો અને તેમની મદદથી રાજેશને વધારાની રજા મળી હતી.

પૅન્ટ ઉતારીને પાઇલ્સના જખમ દેખાડ્યા તોય ઉપરી અધિકારીએ રજા ન આપી

અજબગજબ

પૅન્ટ ઉતારીને પાઇલ્સના જખમ દેખાડ્યા તોય ઉપરી અધિકારીએ રજા ન આપી


લખનઉના રેલવે ડિપાર્ટમેન્ટમાં રાજેશ મીણા નામના લોકો પાઇલટને પાઇલ્સ એટલે કે હરસની સર્જરી કરાવવી પડી હતી. એ સર્જરી પછી પણ તેને માંદગી માટે રજા મળી નહોતી. રાજેશનો આરોપ છે કે તેણે પોતાની વ્યથા ઉપરીને કહી હતી અને પાઇલ્સના ઘાના રુઝાવા માટે આરામ કરવાનો હોવાથી રજા માગી હતી, પરંતુ ઉપરીએ તેની વાત ન માની. ઉપરી અધિકારીએ પહેલાં તો તેની પાઇલ્સની વાત સાચી છે એ માનવાથી ઇનકાર કરી દીધો હતો. એને કારણે કર્મચારીએ પૅન્ટ ઉતારીને પોતાના ઘા બતાવ્યા હતા જેથી તેની પરિસ્થિતિ સાચી છે એ સાબિત કરી શકે. રાજેશ મીણા અનુસૂચિત જનજાતિ સમુદાયના છે. તેમણે બાવીસમી ફેબ્રુઆરીએ પાઇલ્સની સર્જરી કરાવી હતી અને ૨૮ ફેબ્રુઆરી સુધી રજા મૂકી હતી. જોકે એ પછી પણ સર્જરીનો ઘા રુઝાયો ન હોવાથી તેમણે ઉપરી પાસેથી વધુ રજા માગી હતી. આખરે તેણે પોતાની આ વાતનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકી દીધો. ડૉક્ટરની ચિઠ્ઠી સાથે તેણે સોશ્યલ મીડિયા પર મૂકેલી વાત પછી રેલવે યુનિયને હસ્તક્ષેપ કર્યો હતો અને તેમની મદદથી રાજેશને વધારાની રજા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 04:19 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK