રસ્તાઓને સુરક્ષિત બનાવવાની માગણી
સાઇક્લિસ્ટ ગ્રુપ્સ
મુંબઈનાં સાઇક્લિસ્ટ ગ્રુપ્સ ૧૫ માર્ચે મંત્રાલય પર એક સાઇલન્ટ મોરચો લઈ જઈને મુખ્ય પ્રધાન, સુધરાઈ પ્રશાસન અને પોલીસના ચીફને મળવાનો વિનંતીપત્ર આપશે. મુંબઈના રસ્તાઓને સાઇક્લિસ્ટો, રનર્સ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવાની અરજ કરવા તેઓ બધાને મળવા માગે છે.
નવી મુંબઈના પામ બીચ રોડ પર ૨૮ ફેબ્રુઆરીએ એક ટૅક્સીએ ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ અવતાર સૈનીને ટક્કર મારીને તેમનો જીવ લઈ લીધો હતો. એ સંદર્ભમાં આ મોરચાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. શહેરનાં તમામ સાઇક્લિસ્ટ ગ્રુપ્સમાં આ સાઇલન્ટ મોરચાનો સંદેશ મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આપણે મંત્રાલયના ગેટ પર જઈને સાઇલન્ટ પ્રોટેસ્ટ યોજીશું અને પૉલિસી-મેકર્સને મળવા માટેની અપૉઇન્ટમેન્ટ માગીશું, જેથી આપણે તેમની સમક્ષ રસ્તાઓને સાઇક્લિસ્ટો, રનર્સ અને રાહદારીઓ માટે સુરક્ષિત કરવાની માગણી મૂકી શકીએ.


