Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઈંદર RTOમાં ૩૦ રિક્ષા-પરમિટમાં ગેરરીતિના આક્ષેપ

ભાઈંદર RTOમાં ૩૦ રિક્ષા-પરમિટમાં ગેરરીતિના આક્ષેપ

Published : 30 April, 2026 10:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશી ને રોહિંગ્યા ઘૂસણખોરોને પરમિટ આપી હોવાની તપાસ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મીરા-ભાઈંદર રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા આશરે ૩૦ જેટલી રિક્ષાને પરમિટ શંકાસ્પદ રીતે ઇશ્યુ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બાદ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ દાવો કર્યો હતો કે આ પરમિટો બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને આપવામાં આવી છે જેને કારણે સુરક્ષાવ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ ફરિયાદ બાદ હરકતમાં આવેલા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે તમામ ૩૦ કેસોની પ્રાથમિક તપાસ પૂરી કરી છે. આ અરજદારોએ મોટર વ્હીકલ ઍક્ટ મુજબ જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. એમાં મામલતદાર દ્વારા આપવામાં આવેલું રેસિડેન્શિયલ સર્ટિફિકેટ, ઈ-આધાર કાર્ડ, પૅન કાર્ડ અને પોલીસ વેરિફિકેશન રિપોર્ટનો સમાવેશ થાય છે.



તપાસ દરમ્યાન જો કોઈ દસ્તાવેજો નકલી જણાશે અથવા પ્રક્રિયામાં કોઈ અધિકારીની સંડોવણી બહાર આવશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને પરમિટો રદ કરવામાં આવશે.   


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK