એ સંદર્ભે તેમણે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે
ફાઇલ તસવીર
બૉલીવુડ-અભિનેતા અનુપમ ખેરની અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલી ઑફિસમાં ચોરી થઈ છે અને એ સંદર્ભે તેમણે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે. તેમણે કહ્યું કે ‘બે વ્યક્તિએ મારી ઑફિસમાં ચોરી કરી છે. તેઓ દરવાજાનું લૉક તોડીને ઑફિસમાં ઘૂસ્યા હતા અને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી સેફ ઉપાડી ગયા છે. કદાચ એ સેફ તેઓ ખોલી નહોતા શક્યા. એ ઉપરાંત તેમણે અમારી કંપનીએ બનાવેલી એક ફિલ્મની નેગેટિવ એક બૉક્સમાં રાખી હતી એ પણ ચોરી ગયા છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં તેઓ સામાન સાથે રિક્ષામાં બેસતા હોવાનું રેકૉર્ડ થયું છે. આ બાબતે અમે પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કહ્યું છે કે અમે વહેલી તકે ચોરને ઝડપી લઈશું.’

