Mumbai Crime: મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મુંબઈમાં કુર્લામાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટ પાસે એક સૂટકેસમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યાની પ્રતીકાત્મક તસવીર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક હૃદયદ્રાવક ઘટના (Mumbai Crime) સામે આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મુંબઈમાં કુર્લામાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઈટ પાસે એક સૂટકેસમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બપોરે 12:30 વાગ્યાની આસપાસ મુંબઈ પોલીસને શાંતિ નગરમાં સીએસટી રોડ પર એક ત્યજી દેવાયેલી સૂટકેસ વિશે માહિતી મળી ત્યારે આ મૃતદેહ મળી આવ્યો હતો.
એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, પોલીસને બપોરે 1 વાગ્યાની આસપાસ શાંતિ નગરના સીએસટી રોડ પર જ્યાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે ત્યાં છોડી દેવાયેલી સૂટકેસ (Mumbai Crime) વિશે માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ શોધ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાનો મૃતદેહ સૂટકેસની અંદરથી મળી આવ્યો હતો. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ
કેસમાં પુરાવા એકત્ર કરવા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કુર્લા પોલીસે આ મામલે આઈપીસીની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. હત્યારા (Mumbai Crime)ની શોધ ચાલી રહી છે.
19 નવેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યાની આસપાસ પોલીસને CST રોડ, શાંતિ નગર પાસે બેરિકેડ પાસે એક સૂટકેસ હોવાની માહિતી મળી હતી. જ્યાં મેટ્રો રેલ્વે બાંધકામનું કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ પોલીસ તે શંકાસ્પદ સૂટકેસ પાસે પહોંચી હતી. પોલીસે એ વિચારીને બેગની તપાસ કરી કે તેમાં કોઈ વિસ્ફોટક વસ્તુ તો મૂકવામાં આવી નથી ને, પરંતુ જ્યારે બેગ ખોલવામાં આવી તો તેની અંદર એક મહિલાની લાશ મળી આવી હતી. ત્યારબાદ આ રીતે શંકાસ્પદ લાશ મળતા મુંબઈ પોલીસ પણ કેસને સોલ્વ કરવામાં લાગી ગઈ છે.
જો કે હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ મૃતદેહને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહિલાની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે હોઈ શકે છે, મહિલાએ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલું હતું.
પોલીસ તેમની તપાસમાં આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાની શોધ ચાલુ છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime) સાથે મળીને આ કેસની વધુ તપાસ કરી રહી છે.
ઑક્ટોબરની શરૂઆતમાં શુક્રવારે કોલકાતામાં એક 19 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ તેના મોં પર ટેપ અને સૂટકેસમાં ભરાયેલો મળી આવ્યો હતો. શહેરના ન્યુ ટાઉન વિસ્તારમાં મહિષબથાનમાં ભાડાના મકાનમાં ખાટલા નીચેથી લાશ મળી આવી હતી.

