DRIએ કોઈ મોટી સિન્ડિકેટની સંડોવણીની શંકાએ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
પાણીના ટમ્બલરમાં છુપાવવામાં આવી હતી ૧૨ કૅપ્સ્યુલને.
મુંબઈ ઍરપોર્ટ પર ૩.૮૯ કરોડ રૂપિયાની સોનાની દાણચોરી પકડાઈ હતી. ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી ગુપ્ત માહિતીના આધારે બુધવારે બાહરિનથી આવેલા એક મુસાફરને અટકાવવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસમાં મીણસ્વરૂપે ગોલ્ડ ડસ્ટ ભરેલી ૧૨ કૅપ્સ્યુલ્સ મળી આવી હતી જેનું વજન ૩.૦૫ કિલો હતું. કસ્ટમ્સ ઑફિસરથી બચવા માટે કૅપ્સ્યુલ્સને પાણીના ટમ્બલરમાં છુપાવવામાં આવી હતી. જપ્ત કરાયેલી ગોલ્ડ ડસ્ટ ૨૪ કૅરૅટ શુદ્ધ છે જેની બજારકિંમત ૩.૮૯ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. DRIએ કોઈ મોટી સિન્ડિકેટની સંડોવણીની શંકાએ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.


