ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં RTO એજન્ટને ધમકાવી તેની પાસેથી ૧ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. કલ્યાણના હાજી મલંગ રોડ પર RTO એજન્ટનું કામ કરતા ફરિયાદીની ઑફિસમાં ૪ જણ આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં RTO એજન્ટને ધમકાવી તેની પાસેથી ૧ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. કલ્યાણના હાજી મલંગ રોડ પર RTO એજન્ટનું કામ કરતા ફરિયાદીની ઑફિસમાં ૪ જણ આવ્યા હતા અને પોતે પોલીસ હોવાનું કહ્યું હતું. તેમણે એજન્ટને પોતાની સાથે ગાડીમાં આવવા કહ્યું હતું. એ પછી તેમણે એજન્ટને ગાડીમાં ધમકાવતાં કહ્યું હતું કે તેની સામે કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ૪ કેસ નોંધાયા છે અને તેને હવે પછી RTO એજન્ટનું કામ ન કરવા જણાવ્યું હતું. એ પછી તેમણે એજન્ટને કહ્યું કે જો આ કેસમાંથી નામ પાછું ખેંચાવી લેવું હોય તો પાંચ લાખ આપ. એ પછી તેમણે એજન્ટ પાસે એ વખતે રહેલા એક લાખ રૂપિયા ઝૂંટવી લીધા હતા અને તેને કટઈ નાકા પાસે કારમાંથી ઉતારીને ભાગી ગયા હતા. ફરિયાદીએ ત્યાર બાદ આ સંદર્ભે માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ચારે આરોપીઓ સામે ખંડણીનો ગુનો નોંધી તેમની શોધ ચાલુ કરી છે.


