Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ બનીને વર્ષે ૧.૮૪ કરોડ રૂપિયાની કમાણી કરે છે આ યુવતી

વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ બનીને વર્ષે ૧.૮૪ કરોડ રૂપિયાની કમાણી કરે છે આ યુવતી

Published : 04 March, 2026 02:17 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધીમાં એક વર્ષમાં તે ૧.૮૪ કરોડ રૂપિયા કમાઈ છે અને તેના ૪૦,૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


આજનો જમાનો હવે ઑનલાઇનનો થઈ ગયો છે. જીવનમાં સુખ, શાંતિ અને પૈસા કમાવા માટે ઑનલાઇન રહેતો માણસ હવે સંબંધો પણ ઑનલાઇન અને વર્ચ્યુઅલ જ રાખતો થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયાની લિલીથ લૉજ નામની યુવતીનું કહેવું છે કે દુનિયામાં એવા ઘણા પુરુષો છે જે સ્ત્રી સાથે વર્ચ્યુઅલ સંબંધ રાખવામાં સલામતી અનુભવે છે. કેટલાક પુરુષોને આમનેસામનેની મુલાકાત કરવી ગમતી નથી. તેઓ ઑનલાઇન રોમૅન્ટિક સંબંધો રાખવાનું પસંદ કરે છે. આ નવા ડિજિટલ ડેટિંગના ટ્રેન્ડમાં લિલીથે પહેલાં વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડની સર્વિસ ઑફર કરવા ઉપરાંત રૂબરૂ મળવાની તૈયારી પણ રાખી હતી, પરંતુ આવું ભાગ્યે જ બને છે કે કોઈ તેને મળવા બોલાવે. અમુક લોકો પોતાનો ચહેરો બતાવ્યા વિના તેની સાથે ગર્લફ્રેન્ડ તરીકેનું ડેટિંગ કરવા માગે છે. વર્ચ્યુઅલી તમે ઇમોશનલ સપોર્ટ આપી શકો છો અને એ જ તેમને જોઈતું હોય છે. ઘણા પુરુષો પોતાનો ચહેરો દેખાડવામાં પણ અસહજ હોય છે. આવા પુરુષો વર્ચ્યુઅલી ગર્લફ્રેન્ડની સર્વિસ ખરીદવાનું પસંદ કરે છે. ૨૯ વર્ષની લિલીથ આ જ કામ કરે છે. તેનું કહેવું છે કે અત્યાર સુધીમાં એક વર્ષમાં તે ૧.૮૪ કરોડ રૂપિયા કમાઈ છે અને તેના ૪૦,૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે જે તેને અમુક ચોક્કસ સમય માટે વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ તરીકે હાયર કરે છે અને એની ફી ચૂકવી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 02:17 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK