Mumbai Crime: એક સિનિયર સીટીઝન જે મલાડમાં રહેતાં હતાં. તેમના પૌત્રએ તેમને કચરાનાં ઢગલામાં નાખી દીધાં હતાં. આરે કોલોનીમાં શનિવારે પોલીસને આ બાબતની જાણ થઈ હતી.
આરે કોલોનીમાં કચરાના ઢગલા પાસે મળી આવેલ સિનિયર સીટીઝન જેઓની હાલ કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. (તસવીર- મિડડે)
Mumbai Crime: મુંબઈમાંથી ક્રૂરતાની હદ વટાવી હોય એવા સમાચાર સામે આવ્યા છે. એક સિનિયર સીટીઝન જે મલાડમાં રહેતાં હતાં. તેમના પૌત્રએ તેમને કચરાનાં ઢગલામાં નાખી દીધાં હતાં. આરે કોલોનીમાં શનિવારે પોલીસને આ બાબતની જાણ થઈ હતી.
કોઈ આટલી નિર્દયતા (Mumbai Crime) કઈ રીતે કરી શકે? શનિવારે સવારે પોલીસને મુંબઈની આરે કોલોનીમાં રસ્તા પર કચરાના ઢગલા પાસે એક 60 વર્ષીય મહિલા મળી આવી હતી. જ્યારે પોલીસે આ મહિલાને કચરાના ઢગલા પાસે જોઈ ત્યારે આ મહિલા ખૂબ જ અશક્ત દેખાઈ રહી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મહિલા સ્કિન કેન્સરથી પીડિત છે. તેઓને લગભગ છેલ્લા સ્ટેજનું આ કેન્સર હોવાનું પણ જાણવા મળ્યું છે. કહે છે કે પોતાની દાદીને ભયાવહ બીમારી હોઇ તેમનાથી કંટાળીને પૌત્રએ દાદીને આ રીતે તરછોડી મૂકી હતી. મુંબઈ પોલીસ જાણે આ મહિલાની વહારે આવી હતી અને તેઓને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાની તબિયત એટલી નાદુરસ્ત હતી કે હોસ્પિટલ પણ તેને સારવાર માટે સ્વીકારવા તૈયાર ન હતી. બાદમાં તેઓને દાખલ કરવામાં આવ્યાં અને હાલ તેઓની ત્યાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસે (Mumbai Crime) આ પીડિત મહિલા સાથે વાત કરી હતી અને માહિતી આપવા જણાવ્યું હતું. મુંબઈ પોલીસને આ મહિલાએ જણાવ્યું હતું કે તેનું નામ યશોદા ગાયકવાડ છે. તે તેમના પૌત્ર સાથે મલાડમાં રહેતા હતાં. ત્યારબાદ તેઓએ કહ્યું કે મારો પૌત્ર મને સવારે અહીં લાવ્યો અને મને કચરાના ઢગલા પાસે મૂકીને ચાલ્યો ગયો. પોલીસને વધુ તપાસ માટે પીડિત મહિલાએ એક મલાડનું અને બીજું કાંદિવલીનું એડ્રેસ લખાવ્યું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાં જઈને જોયું તો ઘરના દરવાજે તાળું હતું. અત્યારે પોલીસ પીડિત મહિલાના પૌત્રની શોધ કરી રહી છે. પરંતુ કોઈ માહિતી સામે આવી નથી. અહેવાલો સૂચવી રહ્યા છે કે પૌત્રએ પોતાની પીડિત દાદીને આ રીતે તરછોડી મૂકી હતી કારણકે તેની પાસે દાદીને થયેલા સ્કીન કેન્સરની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નહોતા.
મુંબઈ પોલીસ (Mumbai Crime)ની ટીમ હાલમાં આરે કોલોનીમાં તમામ સંભવિત તમામ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છે. આ પીડિત મહિલાને જે જગ્યા પર તરછોડવામાં આવી હતી તે કચરાના ઢગલાની નજીક કોઈ કેમેરા સર્વેલન્સ મળ્યા નથી.
જોકે આવી કરપીણ અને શરમજનક ઘટના (Mumbai Crime) બાદ લોકોમાં આક્રોશફેલાયો છે. હાલમાં પારિવારિક સંબંધોમાં થતાં વિખવાદ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઇ રહી છે. આજની પેઢી કઈ દિશામાં જઇ રહી છે તે અંગે પણ લોકો આક્રોશ કરી રહ્યા છે. લોકો આ મામલે સંપૂર્ણ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

