ખાનગી શાળાએ બોમ્બની ધમકી મળતાં જ BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સ્કૂલને સ્કેન કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં કેટલીય વાર અમુક વિસ્તારને ઉડાવવાની ધમકી મળવાની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વાર ધીરુભાઈ અંબાણી સ્કૂલને (Dhirubhai Ambani School)ને બોમ્બની ધમકીનો કોલ મળ્યા બાદ BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એફઆઈઆર મુજબ, એક અજાણ્યા કોલરે સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સ્કૂલને સ્કેન કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.
ગઈકાલે એટલે કે મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં કોલ આવતાં શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો.શાળા દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ ત્યારબાદ બીજો કોલ ફોન કરનાર શાળાના ગેટ આવ્યો હતો, જ્યાં તેણે દાવો કર્યો હતો કે તેનું નામ વિક્રમ સિંહ છે અને તે ગુજરાતનો રહેવાસી છે.
આ પણ વાંચો:વેસ્ટર્ન રેલવેમાં ૧૨ ડબ્બાની બાર ટ્રેન હવે પંદર ડબ્બાની
તેણે એમ પણ કહ્યું કે તેણે પ્રખ્યાત થવા માટે ધમકી આપી હતી અને તે જાણતો હતો કે મીડિયા તેનું નામ ચલાવશે અને પોલીસ તેની ધરપકડ કરશે, તેથી તે પ્રખ્યાત થઈ જશે. ફોન કરનારે તેની ઓળખની પુષ્ટિ કરવા માટે તેનું આધાર અને પાન કાર્ડ પણ શાળા સાથે શેર કર્યું હતું.
ઓળખ કાર્ડની વિગતોના આધારે, BKC પોલીસ સ્ટેશને સિંહ વિરુદ્ધ FIR નોંધી છે, અને આરોપીને શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.