વૃક્ષ ટ્રિમ કરતી વખતે ત્યાં પાર્ક કરાયેલાં વાહનો પર એ વૃક્ષ ન પડે એ માટે પહેલાં વાહનો હટાવવાં પડે છે અને ઘણી વાર એમાં સમય વેડફાય છે.
વાહનચાલકોને આગોતરી જાણ
મૉન્સૂન પહેલાં રસ્તા પરનાં વૃક્ષોની જોખમી બની ગયેલી ડાળીઓનું દર વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ટ્રિમિંગ કરે છે. વૃક્ષ ટ્રિમ કરતી વખતે ત્યાં પાર્ક કરાયેલાં વાહનો પર એ વૃક્ષ ન પડે એ માટે પહેલાં વાહનો હટાવવાં પડે છે અને ઘણી વાર એમાં સમય વેડફાય છે. જોકે આ વખતે BMCએ વાહનચાલકોને આગોતરી જાણ કરી દીધી છે અને એણે જે વૃક્ષની ડાળીઓ ટ્રિમ કરવાના છે એના પર તારીખ સાથે બોર્ડ માર્યું છે કે આ વૃક્ષનું ટ્રિમિંગ કરવાનું હોવાથી અહીં વાહનો પાર્ક ન કરતા.