Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે જમીન સમથળ કરે ત્યારે કોસ્ટલ ગાર્ડન બનશે

BMC ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે જમીન સમથળ કરે ત્યારે કોસ્ટલ ગાર્ડન બનશે

Published : 21 March, 2026 01:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૭ હેક્ટર જમીનના બ્યુટિફિકેશનનો કૉન્ટ્રૅક્ટ રિલાયન્સ ફાઉન્ડેશનને, પણ જમીન સમથળ કરવાનો ખર્ચ પ્રજા પર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કોસ્ટલ રોડ પરની રિક્લેમ કરેલી ૭૭ હેક્ટર જમીન પર બ્યુટિફિકેશનનું કામ રિલાયન્સ ફાઉન્ડેશનને ફાળવવામાં આવ્યું છે, પણ BMC આ જમીન રિલાયન્સને આપે એ પહેલાં એને સમથળ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

રિલાયન્સને આ રિક્લેમ્ડ જમીનને બ્યુટિફાય કરવાનો અને કોસ્ટલ ગાર્ડન બનાવવાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે, જેનો અંદાજિત ખર્ચ ૪૦૦ કરોડ રૂપિયા છે. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રિલાયન્સ બધું કામ કરશે. હવે જમીનને સમથળ કરવાનું કામ BMC કરે એવું નક્કી કરવામાં આવ્યું છે. જમીનને ૯૦૦ મિલીમીટરની ઊંચાઈ સુધી માટીથી ભરવામાં આવશે અને એ મુજબ ચોમાસા પહેલાં વૃક્ષો વાવવામાં આવશે. અહીં કોસ્ટલ ગાર્ડન બનાવવા માટે એક પટ્ટામાં કામ શરૂ થઈ ગયું છે.



BMCએ રજૂ કરેલી ડિઝાઇન મુજબ પંચાવન ટકા વિસ્તાર જંગલ માટે, પચીસ ટકા ઓપન રેક્રીએશન માટે, ૧૦ ટકા વિસ્તાર પાથવે માટે અને ૧૦ ટકા પ્લાઝા માટે ઉપયોગમાં લેવાશે. કોસ્ટલ ગાર્ડનમાં ફૉરેસ્ટ એરિયા, મિયાવાકી માઇક્રોફૉરેસ્ટ પૉકેટ, અર્બન પાર્કલેન્ડ પૉકેટ્સ અને અર્બન વુડલૅન્ડ પૉકેટ્સ ઉપરાંત અનેક ફૅસિલિટીઝ હશે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK