Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ૧૯ નવેમ્બરે ૬ કલાક બંધ

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ૧૯ નવેમ્બરે ૬ કલાક બંધ

Published : 01 November, 2026 02:51 PM | Modified : 01 November, 2026 03:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેઇન્ટેનન્સ માટે બન્ને રનવે બંધ રાખવામાં આવશે, ફ્લાઇટના ટાઇમટેબલમાં ફેરફાર થશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) ૧૯ નવેમ્બરે ૬ કલાક સુધી બંધ રાખવામાં આવશે. ઍરપોર્ટના બન્ને રનવે પર કોઈ પણ ફ્લાઇટ ઑપરેટ નહીં કરે. પોસ્ટ-મૉન્સૂન મેઇન્ટેનન્સ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઍરપોર્ટના સત્તાવાળાઓએ આપેલી માહિતી મુજબ આ ૬ કલાક દરમ્યાન રનવેના રિપેર, ફ્રિક્શન ટેસ્ટિંગ, લાઇટિંગ ઇન્સ્પેક્શન, ડ્રેનેજ ક્લિયરન્સ તથા રનવે માર્કિંગ ફરીથી બનાવવા જેવાં કામ હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે CSMIA દુનિયાનાં સૌથી વ્યસ્ત ઍરપોર્ટ્સમાંનું એક છે. ૧૯ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન એના બન્ને રનવે આ મેઇન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. આ કાર્ય રનવેની સારસંભાળ રાખવા માટે તથા સેફ્ટી ઇન્સ્પેક્શન માટે હાથ ધરવું જરૂરી છે. આ દરમ્યાન ફ્લાઇટના ટાઇમટેબલમાં પણ ફેરફાર કરવામાં આવશે અને આખું શેડ્યુલ એક દિવસ માટે બદલવામાં આવશે. મેઇન્ટેનન્સ ક્રૂ દ્વારા ભારે મશીનોની મદદથી પ્રાઇમરી રનવે 09/27 અને સેકન્ડરી રનવે 14/32 પર મેઇન્ટેનન્સનું કામ કરવામાં આવશે.



કારણ શું?


ઉલ્લેખનીય છે કે પોસ્ટ-મૉન્સૂન મેઇન્ટેનન્સ હાથ ધરવાનું કારણ ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે ઍસ્ફાલ્ટના બનેલા રનવે પર ફ્લાઇટ ઉતરાણ કરે એને લીધે થતી અસરના કારણે થયેલું નુકસાન છે. આ દરમ્યાન વિવિધ પ્રકારની ટેસ્ટ કરીને, સમારકામ કરીને રનવે ફ્લાઇટના ટેક-ઑફ અને લૅન્ડિંગ માટે સુરક્ષિત છે કે નહીં એ ચકાસવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK