તબીબી તપાસ અને નિરીક્ષણ બાદ દીપડાને સ્વસ્થ જાહેર કરાશે ત્યાર બાદ એને જંલગમાં છોડી મૂકવામાં આવશે

દિવસની શરૂઆતમાં જ દીપડો જાળમાં ફસાઈ ગયો હતો
વન અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે મલાડના પશ્ચિમ વિસ્તારના રહેણાક વિસ્તારમાં વન વિભાગે ગોઠવેલી જાળમાં એક પુખ્ત વયનો દીપડો પકડાયો હતો. વન વિભાગને દિંડોશીની મ્હાડા કૉલોની પાસે દીપડાની ફરિયાદો મળી હતી. દિવસની શરૂઆતમાં જ દીપડો જાળમાં ફસાઈ ગયો હતો.
તબીબી તપાસ અને નિરીક્ષણ બાદ દીપડાને સ્વસ્થ જાહેર કરાશે ત્યાર બાદ એને જંલગમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગના જણાવ્યા અનુસાર સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરે કૉલોનીની આસપાસના ઉપનગરોમાં દીપડો જોવા મળવો સામાન્ય બાબત છે.