કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા
તસવીર સૌજન્ય: નિમેશ દવે
બોરીવલી (Borivali)માં 4 માળની ઈમારત ધરાશાયી થઈ છે. બોરીવલીના સાંઈબાબા નગર (Saibaba Nagar)માં ગીતાંજલિ બિલ્ડિંગ તૂટી પડ્યું છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ બિલ્ડિંગમાં 12 થી 15 ફ્લેટ હોવાના અહેવાલ છે.
એવું જાણવા મળ્યું છે કે બિલ્ડિંગ 12:34 વાગ્યા આસપાસ પડ્યું હતું. અગ્નિશામકદળને લેવલ 2 કોલ મળ્યો છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
A four-storey building collapsed in Saibaba Nagar of Borivali West in Mumbai.
— Mid Day (@mid_day) August 19, 2022
More details awaited #MiddayNews #Mumbai #News #FireBrigade pic.twitter.com/AAP0uY359n
8 ફાયર એન્જિન, 2 રેસ્ક્યુ વાન, 1 QRV, 1 કમાન્ડ પોસ્ટ વાહન, 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


