પહેલીવાર ઈશા અંબાણી(Isha Ambani)ની દીકરીની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં તે નાના મુકેશ અંબાણી(Mukesh Ambani)ના ખોળામાં જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
દેશનો સૌથી ધનાઢ્ય પરિવાર એટલે કે અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તાજેતરમાં જ ઉદ્યોગપતિ આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા(Akash Ambani)એ તેમની પુત્રીનું સ્વાગત કર્યું છે, જેના કારણે તે હેડલાઈન્સમાં છે જ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પહેલીવાર ઈશા અંબાણી(Isha Ambani)ની દીકરીની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં તે નાના મુકેશ અંબાણી(Mukesh Ambani)ના ખોળામાં જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.
પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં ઈશા અંબાણી પિતા મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીનું સ્વાગત કરવા જોવા મળી. આ દરમિયાન ઈશા અંબાણીની દીકરીને નાના મુકેશ અંબાણીએ તેડી હતી. નાના-પૌત્રીનું આ દ્રશ્ય ખુબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં ઈશા અંબાણીની દીકરી બિઝનેસમેન મુકેશ અંબાણીના ખોળામાં ક્યૂટ ડ્રેસ અને હેરબેન્ડ પહેરેલી જોવા મળે છે. જ્યારે ઈશા પોતાની દીકરીના ડ્રેસને ઠીક કરવામાં વ્યસ્ત જોવા મળે છે.
View this post on Instagram
આ પણ વાંચો: Reliance: મુકેશ અંબાણી સંભાળશે ગ્રીન એનર્જી, સંતાનો પર અન્ય બિઝનેસની જવાબદારી
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા અંબાણીએ (Shloka Mehta Ambani) 31મેના રોજ બીજા બાળકને જન્મ આપ્યો. દીકરા પૃથ્વી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણી (Akash Ambani) એક દીકરીના માતા-પિતા બન્યાં છે. એચએનઆરએફમાં શ્લોકા અંબાણીની ડિલીવરી કરવામાં આવી.
નોંધનીય છે કે ઈશા અંબાણીએ વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ 19 નવેમ્બર, 2022ના રોજ આ કપલે ટ્વિન્સ ક્રિષ્ના અને આદિયાનું સ્વાગત કર્યું હતું, જેનું ભારત પહોંચવા પર ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.