આકાશ અને શ્લોકાના પહેલા પુત્ર પૃથ્વીનો જન્મ ડિસેમ્બર ૨૦૨૧માં થયો હતો

થોડા દિવસ પહેલાં પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલા મુકેશ અંબાણી (તસવીર : અતુલ સાંગાણી)
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ઘરે ગઈ કાલે ૩૧ મેએ બીજા બાળક (દીકરી)નું આગમન થયું હતું. આકાશ અને શ્લોકાના પહેલા પુત્ર પૃથ્વીનો જન્મ ડિસેમ્બર ૨૦૨૧માં થયો હતો. તાજેતરમાં જ આ યુગલ મુકેશ અંબાણી તથા તેમના પુત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શન કરવા ગયું હતું. માતા અને બાળકની સુખાકારી માટે સતત સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શનને પગલે તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. આકાશ અને શ્લોકાનાં લગ્ન માર્ચ ૨૦૧૯માં થયાં હતાં. એમાં બૉલીવુડ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બિઝનેસ સેક્ટરની સેલિબ્રિટીઝ હાજર રહી હતી. થોડા સમય પહેલાં જ જિયો ગાર્ડનમાં પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

