ગણેશોત્સવની ગિરદીને પહોંચી વળવા ૨૩ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી વધારાની ૫૦૦૦ બસ છોડવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ દરમ્યાન મુંબઈ, થાણે અને પાલઘરમાંથી અંદાજે ૫.૯૬ લાખ મરાઠી લોકો કોકણના તેમના વતનમાં ગણપતિની સ્થાપના કરવા, દર્શન કરવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસમાં ગયા હતા જેને કારણે STને ૨૩.૭૭ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ સંદર્ભે કહ્યું હતું કે ‘ગણેશોત્સવની એ ગિરદીને પહોંચી વળવા ૨૩ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી વધારાની ૫૦૦૦ બસ છોડવામાં આવી હતી. STના ડિરેક્ટર, કન્ડક્ટર, સુપરવાઇઝર, મેકૅનિકલ સ્ટાફ અને ઑફિસર્સ બધા મળીને ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓએ અથાગ મહેનત કરી હતી. એક પણ અકસ્માત વગર લોકોની અને પ્રવાસીઓની પૂરતી કાળજી લઈને તેમને સુરિક્ષત પ્રવાસ પૂરો પાડવામાં આવ્યો હતો. લોકોનો પ્રવાસ આરામદાયક બની રહે એ માટે મહત્ત્વનાં બસ-સ્ટૅન્ડો પર ૨૪ કલાક સ્ટાફ કાર્યરત હતો. કોકણ હાઇવે પર ચોક્કસ સ્થળોએ વ્હીકલ રિપેર ટીમ તહેનાત કરવામાં આવી હતી. જો કોઈ બસમાં ટેક્નિકલ ફૉલ્ટ આવે અને અટકી જોય તો ૧૦૦ જેટલી સ્ટૅન્ડ-બાય બસ ચિપલૂણ, મહાડ અને માણગાવમાં રાખવામાં આવી હતી.’


