Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > "કવિને પ્રથમ દ્રષ્ટા જોતા..પીડા રજૂ કરે છે" હરીન્દ્ર દવેને યાદ કરતાં મોરારિબાપુ

"કવિને પ્રથમ દ્રષ્ટા જોતા..પીડા રજૂ કરે છે" હરીન્દ્ર દવેને યાદ કરતાં મોરારિબાપુ

21 September, 2022 10:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં મોરારિબાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક આપવામા આવ્યા હતા.

હરીન્દ્ર દવેને શબ્દાંજલિ અર્પણ કરતા મોરારિબાપુ

હરીન્દ્ર દવેને શબ્દાંજલિ અર્પણ કરતા મોરારિબાપુ


હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મુંબઈમાં ચોપાટી ખાતેના ભારતીય વિદ્યાભવન સ્થિત ગીતા મંદિર હોલમાં હરીન્દ્ર દવે સ્મૃતિ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં મોરારિબાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક આપવામા આવ્યા હતા.

આ પ્રસંગે મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે કવિને એક પ્રથમ દ્રષ્ટિએ એક ભાવુક કે શ્રોતા તરીકે જોઈએ તો એવુ લાગે કે કવિ તેની પીડા રજૂ કરે છે. કવિ કે લેખકના સર્જન જ્યારે પણ અખબારોમાં છપાય છે ત્યારે અનેક સન્માનનીય પ્રોત્સાહન મળતાં હોય છે પરંતુ જ્યારે સર્જકના શબ્દોને સરસ રીતે સંગીત કે તાલબદ્ધ કરવામાં આવે અને અવાજમાં પીરસવામા આવે ત્યારે ચાર્જ પુછવામાં નથી આવતો અને ત્યારે જે પીડા લાગે છે કે મારા અલ્ફાઝ સસ્તા થયા.



મને એમ લાગે છે કે અને હું જે જાણી શક્યો છું કે કવિ કહે એમ છે કે, "સસ્તા થયા અમારા શબ્દો" એટલે કે એમ કહેવા માંગે છે એનું કોઈ મૂલ્ય જ નથી. શબ્દોએ માત્ર વ્યાકરણથી જોડાયેલા નથી પરંતુ શબ્દોને કવિ કે સર્જક આધ્યાત્મ સાથે જોડતા અને બ્રહ્મ સાથે આ એક સાધના છે, મોટો શબ્દ યજ્ઞ છે. સ્વર્ગીય કવિ હરિન્દ્ર દવે વિશે તેમણે કહ્યું કે, તેમની સાથે ઘનિષ્ઠ પરિચય રહ્યો અને મારી પ્રસન્નાતું કારણ એ છે કે તેઓ ઓછા બોલા, સંકોચ એમનો સ્થાયીભાવ. મોરારિબાપુએ વધુમાં પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, "અસ્ત ન થાય ત્યાં સુધી વ્યસ્ત રહેવુ અને મસ્ત રહેવુ."


આ પ્રસંગે ગાયક મનહર ઉધાસ, પત્રકાર કેતન મિસ્ત્રી અને સાહિત્યકાર નીતિન વડગામાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં ચેરમેન નવીનભાઈ દવે તેમજ અન્ય ટ્રસ્ટીઓમાં રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત, હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મઝુમદારે કર્યુ હતું અને કાર્યક્રમમાં વિશેષ પ્રસ્તુતિ રૂપે ગીતપાઠ રાઘવ દવે કર્યુ હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 10:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK