Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એમએનએસ બીએમસી ચૂંટણી એકલા હાથે લડશે

એમએનએસ બીએમસી ચૂંટણી એકલા હાથે લડશે

Published : 03 February, 2022 11:35 AM | IST | Mumbai
Dharmendra Jore

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પક્ષના નેતાઓ સાથે બેઠકો યોજવાની કરી શરૂઆત

બાંદરામાં આવેલી એમઆઇજી ક્લબમાં એમએનએસના નેતાઓ સાથે રાજ ઠાકરે (તસવીર : એમએનએસ ટ્‌વિટર હૅન્ડલ@mnsadhikrut)

BMC Election

બાંદરામાં આવેલી એમઆઇજી ક્લબમાં એમએનએસના નેતાઓ સાથે રાજ ઠાકરે (તસવીર : એમએનએસ ટ્‌વિટર હૅન્ડલ@mnsadhikrut)


મુંબઈ સુધરાઈની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે બીજેપી, શિવસેના અને કૉન્ગ્રેસ બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બીએમસીની ચૂંટણીમાં કોઈ પક્ષની સાથે યુતિ થવાની વાતો પર ધ્યાન આપવાને બદલે એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીમાં લાગવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એપ્રિલમાં યોજાનારી ચૂંટણીની તૈયારીરૂપે રાજ ઠાકરેએ ગઈ કાલે એમઆઇજી ક્લબમાં પક્ષના નેતાઓની બેઠક યોજી હતી.
મુંબઈ ઉપરાંત એમએનએસને થાણે, નાશિક, પુણે, પિંપરી-ચિંચવડ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પણ રસ છે. આથી આ બાબતે ચર્ચા કરવા માટે ગઈ કાલે એમઆઇજી ક્લબમાં પક્ષના નેતાઓની બેઠક રાજ ઠાકરેએ આયોજિત કરી હતી. એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘ઇલેક્શન મૅનેજમેન્ટ, સોશ્યલ મીડિયા પ્લાનિંગ, ઉમેદવારોની પસંદગી અને અનેક બીજા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજસાહેબે અમને એકલા હાથે ચૂંટણી લડવાના નિર્દેશ આપ્યા છે. મહાવિકાસ આઘાડી કુંભકર્ણની ઊંઘમાં છે એ અમારો ચૂંટણીમુદ્દો હશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2022 11:35 AM IST | Mumbai | Dharmendra Jore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK