Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવડી–વરલી કનેક્ટરના કામને ઝડપી બનાવવાનો આદેશ

શિવડી–વરલી કનેક્ટરના કામને ઝડપી બનાવવાનો આદેશ

Published : 21 February, 2026 11:10 AM | Modified : 21 February, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિજનો નીચેનો ભાગ (લોઅર ડેક) આ વર્ષે એપ્રિલ સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MRIDC)ને નિર્દેશ આપ્યો છે કે પરેલ અને પ્રભાદેવીને જોડતા બ્રિટિશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને બદલનાર ડબલ ડેકર રોડ ઓવર બ્રિજ (ROB)ના બાંધકામને ઝડપી બનાવવામાં આવે.

બ્રિજનો નીચેનો ભાગ (લોઅર ડેક) આ વર્ષે એપ્રિલ સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે ઉપરનો ડેક સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થવાની ધારણા છે. MMRDAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, જે MMRDAના ચૅરમૅન પણ છે, તેમણે તાજેતરમાં MRIDCના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને કામ ઝડપી બનાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શિવડી-વરલી કનેક્ટર પ્રોજેક્ટમાં વધુ વિલંબ ન થાય એ માટે સુધારેલી ડેડલાઇન મહત્ત્વપૂર્ણ છે.



હાલમાં MRIDC વેસ્ટર્ન રેલવે ટ્રૅક પરથી પસાર થતા સદી જૂના સ્ટીલના એલ્ફિન્સ્ટન બ્રિજના ભાગોને તોડી રહ્યું છે. ટ્રેનસેવાઓ સ્થગિત હોય ત્યારે ૩ કલાકના નાઇટ-બ્લૉક દરમ્યાન કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. બ્રિજના બન્ને છેડે ક્રેન ગોઠવવામાં આવી છે, જ્યારે વેલ્ડર રેલવે-ટ્રૅક નજીક તોડી નાખેલા સ્ટીલ ગર્ડર્સ કાપીને દૂર કરી રહ્યા છે.


વેસ્ટર્ન રેલવે પર તોડી પાડવાનું કામ પૂરું થયા પછી સેન્ટ્રલ રેલવે ટ્રૅક ઉપરના પુલના ભાગને દૂર કરવાનું કામ શરૂ થશે. ૧૩૨ મીટરનો નવો ડબલ ડેકર રેલ ઓવર બ્રિજ (ROB) શિવડી-વરલી કનેક્ટર કૉરિડોરમાં એક મુખ્ય કડી બનશે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK