સુપ્રીમ કોર્ટે MMRDAને રાહત આપતાં ૫૦ ટકા રકમ અત્યારે અને બાકીની રકમ અંતિમ ચુકાદા સુધી ચૂકવવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.
મુંબઈ મેટ્રો
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના સંયુક્ત સાહસ મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (MMOPL)સાથે MMRDAના કાનૂની મતભેદના કેસમાં MMRDAએ બૉમ્બે હાઈ કોર્ટમાં ૫૬૦.૨ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
વર્સોવા-અંધેરી-ઘાટકોપર રૂટ પર ચાલતા મેટ્રો-1 પ્રોજેક્ટમાં ખર્ચ વધી જતાં અને કરારમાં તકરાર થતાં ત્રણ સભ્યોની બનેલી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ (લવાદ)એ ઑગસ્ટ ૨૦૨૩માં MMOPLને ૯૯૨ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. મે ૨૦૨૫ સુધીમાં વ્યાજ સાથે આ રકમ ૧૧૬૯ કરોડ સુધી પહોંચી હતી. જુલાઈમાં હાઈ કોર્ટે MMRDAની બિનશરતી સ્ટે મૂકવાની અરજી ફગાવીને પૂરી રકમ MMOPLને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે MMRDAને રાહત આપતાં ૫૦ ટકા રકમ અત્યારે અને બાકીની રકમ અંતિમ ચુકાદા સુધી ચૂકવવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.


