છેલ્લી અને સૌથી મહત્ત્વની એવી ઉપરની કમાન ૭૫૦ ટન અને ૩૫૦ ટનની બે ક્રેન વડે બહુ જ ચોકસાઈ સાથે બેસાડવામાં આવી હતી
વાકોલા નાળા પર બની રહેલા ‘0’ બ્રિજની ફાઇનલ કમાન ગોઠવાઈ હતી.
મુંબઈ મેટ્રો 2B (ડી. એન. નગરથી મંડાલે) રૂટ પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા વાકોલા નાળા પર શૂન્ય બ્રિજની ફાઇનલ કમાન ગોઠવવાનું ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.
આ શૂન્ય આકારના બ્રિજની રચના ભારતના મહાન ગણિતજ્ઞ આર્ય ભટ્ટ જેમણે શૂન્યની શોધ કરી જગતને ગણતરી શીખવી તેમની યાદમાં કરવામાં આવી છે. ૧૩૦ મીટર લાંબા આ કેબલ-સ્ટેય્ડ બ્રિજનો ૪૦ મીટરનો ભાગ વાકોલા નાળા પર આવેલો છે જેના પર આ ૪૦ મીટર ઊંચો લોખંડનો ‘0’ બનાવવામાં આવ્યો છે. ૭૫૦ ટનનો આ ‘0’ ૧૦ ભાગમાં બનાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એને જોડી દેવાયો હતો. છેલ્લી અને સૌથી મહત્ત્વની એવી ઉપરની કમાન ૭૫૦ ટન અને ૩૫૦ ટનની બે ક્રેન વડે બહુ જ ચોકસાઈ સાથે બેસાડવામાં આવી હતી.


