એક મરાઠી ન્યુઝચૅનલના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના ફિશરીઝ અને પોર્ટ ખાતાના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેને સવાલ કરવામાં આવ્યો
નીતેશ રાણે
એક મરાઠી ન્યુઝચૅનલના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના ફિશરીઝ અને પોર્ટ ખાતાના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેને સવાલ કરવામાં આવ્યો કે અત્યારે ઉનાળો છે ત્યારે તમે રૂહ અફઝા કે ગુલાબમાંથી કયું શરબત પીઓ છો? નીતેશ રાણેએ જવાબ આપ્યો હતો કે ‘રૂહ અફઝા અને ગુલાબ મને કોણ આપે છે એના પર ડિપેન્ડ કરે છે. હું રૂહ અફઝા વગેરે નથી પીતો. રૂહ અફઝા મને કોઈ પણ સારી ભાવનાથી નહીં પીવડાવે. તમે વિચાર કરો કે રૂહ અફઝા નીતેશ રાણેને કોણ આપશે? એ ખૂબ મીઠું હોય છે એટલે મને પસંદ પણ નથી. હું ગૌમૂત્ર પીઉં છું, જે આરોગ્ય માટે ખૂબ સારું હોય છે.’
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે રૂહ અફઝા બાબતે એનું નામ લીધા વિના નિવેદન આપ્યું હતું કે ‘તમે જો શરબત પીતા હો તો એના પૈસામાંથી મસ્જિદ અને મદરેસા બનશે. પતંજલિનું શરબત પીશો તો ગુરુકુલ તૈયાર થશે. ઇસ્લામમાં વોટ અને લવ જેહાદ છે એમ શરબત જેહાદ પણ ચાલુ છે.’


