મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મીરા રોડમાંથી બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી અને હૈદરાબાદથી વધુ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસે તેલંગણમાં રેઇડ પાડી હતી
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મીરા રોડમાંથી બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. આ રૅકેટનાં મૂળ ક્યાં સુધી ફેલાયેલાં છે એની કાર્યવાહી દરમ્યાન MBVV પોલીસને તેલંગણના ઝાહિરાબાદમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કેસના સંદર્ભે વિવિધ રાજ્યોમાં ચાલતા ગેરકાયદે ડ્રગ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પર રેઇડ પાડીને અત્યાર સુધીમાં કુલ ૨૦.૭૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
MBVVના પોલીસ-કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે ‘ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચે ૪ એપ્રિલે મીરા રોડ વિસ્તારમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો, જેમાં ૨.૬૬ કરોડ રૂપિયાનું ૧.૩૨૪ કિલો ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં થાણે અને મુંબઈના મીરા રોડ, આગ્રીપાડા, માલવણી અને મનોરી વિસ્તારોમાંથી કુલ ૧૩.૬૫ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ, કેમિકલ અને લૅબ સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે.’
ADVERTISEMENT
વધુ તપાસ કરતાં મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી અને હૈદરાબાદથી વધુ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસે તેલંગણમાં રેઇડ પાડી હતી. ત્યાંથી ૩ કિલો MD, ૨૨૯૩ લીટર રસાયણો અને ૬.૨૨ કરોડ રૂપિયાનો કાચો માલ જપ્ત કર્યાં હતાં.vasai
