મુંબઈ આવેલા માર્કો રુબિયોનું સ્વાગત દેવેન્દ્ર ફડણવીસે પરંપરાગત રીતે શાલ ઓઢાડીને કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે ગેટવે ઑફ ઇન્ડિયા ઉપરાંત આસપાસનાં ઐતિહાસિક સ્મારકો અને ઇમારતો વિશે પણ ઝીણવટપૂર્વક માહિતી આપી હતી.
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગઈ કાલે ફ્રીડમ 250 રિસેપ્શનમાં સંબોધન કરતા માર્કો રુબિયો
ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો ગઈ કાલે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ગેટવે ઑફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી જ્યાં દેવેન્દ્ર ફડણવીસે તેમને ગેટવે ઑફ ઇન્ડિયાનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવ્યું હતું. મુંબઈ આવેલા માર્કો રુબિયોનું સ્વાગત દેવેન્દ્ર ફડણવીસે પરંપરાગત રીતે શાલ ઓઢાડીને કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે ગેટવે ઑફ ઇન્ડિયા ઉપરાંત આસપાસનાં ઐતિહાસિક સ્મારકો અને ઇમારતો વિશે પણ ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. ત્યાર બાદ માર્કો રુબિયોએ બાંદરામાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ફ્રીડમ ૨૫૦ રિસેપ્શનમાં સંબોધન કર્યું હતું. અમેરિકાની આગામી ૨૫૦મા સ્વાતંયદિનની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ ઇવેન્ટમાં ડિપ્લોમૅટ્સ સાથે મળીને તેમણે વ્યૂહાત્મક ભાગીદારી વિશે ચર્ચા કરી હતી. માર્કો રુબિયોએ મુંબઈમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે વિસ્તૃત દ્વિપક્ષીય વાતચીત પણ કરી. બન્ને પક્ષોએ જાહેરાત કરી કે તેઓ લાંબા સમયથી ચાલતા વેપાર અને ટૅરિફ વિવાદોના ઉકેલની ખૂબ જ નજીક પહોંચી ગયા છે.
