° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


Maharashtra: મુંબઈના આ ત્રણ મોટા સ્ટેશનને ઉડાડવાની ધમકી, શખ્સની ધરપકડ

07 December, 2022 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફોન કરનાર શખ્સે કહ્યું કે પોરબંદરથી (Porbandar) કેટલાક લોકો મુંબઈ (Mumbai) આવ્યા છે જે સ્ટેશન (Station) પર હુમલો (Attack) કરવાના છે. પોલીસે (Police Arrested accused from Aurangabad) ફોન કરનાર શખ્સની ઔરંગાબાદ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર Crime News

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાંથી (Maharashtra) મોટા સમાચાર આવ્યા છે. અજાણી વ્યક્તિએ (Unknown Person) નવી મુંબઈ (Navi Mumbai) પોલીસ કન્ટ્રોલ રુમમાં (Police Control) ફોન કર્યો અને દાદર (Dadar), કુર્લા (Kurla) અને સીએસએમટી સ્ટેશન(CSMT Station)ને ઉડાડવાની ધમકી આપી. ફોન કરનાર શખ્સે કહ્યું કે પોરબંદરથી (Porbandar) કેટલાક લોકો મુંબઈ (Mumbai) આવ્યા છે જે સ્ટેશન (Station) પર હુમલો (Attack) કરવાના છે. પોલીસે (Police Arrested accused from Aurangabad) ફોન કરનાર શખ્સની ઔરંગાબાદ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે જીઆરપી કમિશનર કૈસર ખાલિદે કહ્યું, "નવી મુંબઈના કન્ટ્રોલ રૂમમાં કાલે કૉલ આવ્યો હતો, જેમાં 3 સ્ટેશનને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. કૉલ આવ્યા બાદ અમે તરત ત્રણેય સ્ટેશન પર ચેકિંગ અભિયાન ચલાવ્યું, પણ કંઈ મળ્યું નહીં. ત્યાર બાદ અમે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે કૉલ ઔરંગાબાગ જિલ્લામાંથી આવ્યો હતો, ટેક્નિકલ એવિડેન્સના આધારે કૉલરની ધરપકડ કરવામાં આવી છે."

આ પણ વાંચો : બાબાસાહેબ આંબેડકરના સ્મારકનું કામ ઝડપથી પૂરું થશે : મુખ્ય પ્રધાન

નશામાં કર્યો ફોન- પોલીસ
તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહાપરિનિર્વાણ દિવસના અવસરે 4, 5 અને 6 ડિસેમ્બરના મુંબઈમાં જબરજસ્ત ભીડ હતી. આને જોતાં કૉલરે નશામાં આ ધમકીભર્યો કૉલ કર્યો હતો. કૉલરને અટકમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સાંતાક્રુઝના બિઝનેસમૅનની ચકચારભરી હત્યાનો મામલો પોલીસ સુધી કેવી રીતે પહોંચ્યો?

07 December, 2022 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સખતમાં સખત સજા કરો રૅશ ડ્રાઇવિંગ કરનારા આરોપીને

મૅરથૉનની પ્રૅક્ટિસ કરી રહેલી ટેક્નૉલૉજી કંપનીની સીઈઓના મૃત્યુ બાદ ગઈ કાલે શિવાજી પાર્ક અને વરલી પોલીસ સ્ટેશન તથા હૉલિડે કોર્ટ પર જમા થયેલા  રનર્સ અને જૉગર્સે કરી  આ માગણી

21 March, 2023 09:46 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

Mumbai: જૂન 2024 સુધીમાં તૈયાર થઈ શકે છે જોગેશ્વરી ટર્મિનસ

રેલવે અધિકારીઓએ જોગેશ્વરી ટર્મિનસ બનાવવા માટે જૂન 2024 સુધીનો લક્ષ્ય રાખ્યો છે.

17 March, 2023 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

રેલવેએ આખો કોચ જ બદલી નાખ્યો

ડોમ્બિવલીથી સવારના ૮.૫૯ વાગ્યાની એસી લોકલનો દરવાજો ૧૨ દિવસથી બંધ હતો : ‘મિડ-ડે’માં ન્યુઝ આવ્યા બાદ રેલવે તંત્ર જાગતાં મહિલાઓએ રાહત અનુભવી

15 March, 2023 09:59 IST | Mumbai | Prakash Bambhroliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK