વધતા તાપમાન (Maharashtra Weather) સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકના 23 કેસ નોંધાયા છે. જોકે કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી
પ્રતીકાત્મક તસવીર
વધતા તાપમાન (Maharashtra Weather) સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં હીટસ્ટ્રોકના 23 કેસ નોંધાયા છે. જોકે કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. આને ધ્યાનમાં રાખીને, આરોગ્ય નિષ્ણાતોએ સરકારના હીટવેવ એક્શન પ્લાનને અમલમાં મૂકવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કેસ અને મૃત્યુ સૌથી વધુ થાય છે.
માર્ચ મહિનાથી મહારાષ્ટ્ર (Maharashtra Weather) વિવિધ જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સામે લડી રહ્યું છે, જેના પરિણામે માત્ર 28 દિવસમાં 23 હીટસ્ટ્રોક કેસો નોંધાયા છે, જેમાંથી 10 માત્ર છેલ્લા 10 દિવસમાં જ નોંધાયા છે. સૌથી ખરાબ સ્થિતિ અમરાવતીની છે, જ્યાં ત્રણ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાયગઢ, પુણે, બીડ, બુલઢાણા અને કોલ્હાપુરમાં બે-બે કેસ નોંધાયા છે. આ સિવાય થાણે, અહમદનગર, અકોલા, ભંડારા, ચંદ્રપુર, ધુલે, ગઢચિરોલી, જલગાંવ, નાંદેડ અને સાતારામાં એક-એક કેસ નોંધાયો છે.
ADVERTISEMENT
કોઈ મૃત્યુ નહીં
રાજ્ય (Maharashtra Weather)માં કોઈ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. જોકે, છત્રપતિ સંભાજીનગરમાં એક શંકાસ્પદ મૃત્યુની જાણ કરવામાં આવી છે, જ્યાં 30 વર્ષીય વ્યક્તિનું હીટસ્ટ્રોકથી મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
મુંબઈગરાઓને દર ૧૫ મિનિટે મળી શકશે લેટેસ્ટ વેધર રિપોર્ટ
મુંબઈ મહાનગરપાલિકાએ વધારાનાં ૬૦ ઑટોમૅટિક વેધર સ્ટેશન (AWS) લગાવી દીધાં હોવાથી હવે આવાં સ્ટેશનોની સંખ્યા વધીને ૧૨૦ થઈ ગઈ છે. આ સ્ટેશનો વરસાદ, તાપમાન, હ્યુમિડિટી અને પવનની દિશા જેવી વિગતો એકઠી કરશે અને મુંબઈના સિવિક ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના પોર્ટલ પર દર ૧૫ મિનિટે એને અપડેટ કરવામાં આવશે. આમ મુંબઈગરાઓને વેધરની લેટેસ્ટ જાણકારી મળી શકશે.
અગાઉ આવાં ૬૦ AWS પાલિકાની વૉર્ડ-ઑફિસો અથવા ફાયર-બ્રિગેડ સ્ટેશનોમાં લગાવવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકાના વરલીમાં આવેલા ડેટા સેન્ટર સાથે આવાં AWS જોડાયેલાં છે.
વરસાદની યોગ્ય જાણકારી મેળવવા માટે બીજાં ૯૭ AWS ઊભાં કરવાં જોઈએ એવી ભલામણ નૅશનલ સેન્ટર ફૉર કોસ્ટલ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી. જોકે આર્થિક અને સુરક્ષાના મુદ્દે સુધરાઈએ ૬૦ AWS ઊભાં કર્યાં છે. આવાં AWS સ્કૂલ, રેસિડેન્શિયલ સોસાયટી અને હૉસ્પિટલોમાં ઊભાં કરાયાં છે. એક AWS ઊભું કરવા માટે આશરે ૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે કૉન્ટ્રૅક્ટરે આ AWSને ઇન્સ્ટૉલ કર્યાં છે તે ત્રણ વર્ષ માટે એનું અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ પોર્ટલનું મેઇન્ટેન્સ કરશે.
આ AWS દાદર વેસ્ટમાં ગોખલે રોડ, ખાર દાંડા પમ્પિંગ સ્ટેશન, અંધેરી વેસ્ટમાં વર્સોવા અને જોગેશ્વરી વેસ્ટમાં પ્રતીક્ષાનગર સ્કૂલ સહિતની જગ્યાઓમાં ઊભાં કરાયાં છે.
રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી
તામિલનાડુના દિક્ષણ વિભાગથી મહારાષ્ટ્રના વિદર્ભ સુધી હવામાનનો હળલવો પટ્ટો સર્જાયો હોવાથી પાંચમીથી ૮ એપ્રિલ દરમ્યાન ઉત્તર મહારાષ્ટ્ર, કોંકણ અને મરાઠવાડા વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે એમાંથી થોડી રાહત મળશે, પણ ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. ગયા અઠવાડિયે પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં કેટલાંક સ્થળો પર કમોસમી વરસાદ નોંધાયો હતો જેથી પાકને નુકસાન થયું હતું. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ થવાનો છે. રાજ્યના અનેક જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. વરસાદ પડવા છતાં રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીના આંકમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

