અલ નીનો કન્ડિશનના કારણે વિવિધ દેશોમાં રેકૉર્ડબ્રેક ગરમી પડી રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાં એપ્રિલથી જૂન સુધી અત્યંત આકરી ગરમી પડશે એવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને ગુજરાત સહિત પશ્ચિમ ભારતનાં રાજ્યોના લોકોએ અતિશય ગરમી માટે તૈયાર રહેવું પડશે. લોકસભા ચૂંટણી માટે ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે આ જ ગાળા દરમ્યાન આકરી ગરમી લોકોની કસોટી લેશે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ‘આગામી અઢી મહિનામાં હીટવેવના કારણે લોકોને હેલ્થની સમસ્યાનો સામનો કરવો પડશે. એપ્રિલથી જૂન દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે.
ADVERTISEMENT
આકરી ગરમી માટે અલ નીનો જવાબદાર
અલ નીનો કન્ડિશનના કારણે વિવિધ દેશોમાં રેકૉર્ડબ્રેક ગરમી પડી રહી છે. આ કન્ડિશનના કારણે જ ૨૦૨૩ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. અલ નીનોથી વિપરીત લા નીનોના કારણે ભારતમાં અતિશય વરસાદ પડે છે.

