Maharashtra: અમૃતા ફડણવીસે કહ્યું કે "આપણાં પર્વો સમાજના દરેક લોકોને એકસાથે લઈને ચાલે છે. જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગરબા જોવા કે તેનો લુફ્ત ઉઠાવવા માંગે છે, તો તેમાં કંઈ જ ખોટું નથી"
અમૃતા ફડણવીસની ફાઇલ તસવીર
Maharashtra: નવરાત્રિ પહેલાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વાત કંઇક એમ છે કે થોડાક દાડા અગાઉ રાજ્યમાં ગરબા અને દાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને બબાલ ઊભી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી નિતેશ રાણેએ `લવ જેહાદ`નો હવાલો આપતાં ગરબાના ઇવેન્ટમાં મુસ્લિમોના પ્રવેશ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વળી, તેઓએ વિશ્વ હિન્દુ પરિષદની અપીલને ટેકો આપતાં જણાવ્યું હત કે જો કોઈ મુસ્લિમે ગરબા ઇવેન્ટમાં એન્ટ્રી લેવી હશે તો તેઓએ ધર્માંતરણ કરવું પડશે. જોકે, રાણેસાહેબના આ નિવેદન બાદ રાજકારણમાં જબરદસ્ત ગરમાવો થયો છે. હવે આ મામલે અમૃતા ફડણવીસની એન્ટ્રી થતાં જ મુદ્દો ફરી છંછેડાયો છે.
અમૃતા ફડણવીસની પ્રતિક્રિયા શું છે?
ADVERTISEMENT
મહારાષ્ટ્ર (Maharashtra)ના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસનાં વાઈફ અમૃતા ફડણવીસ હાલમાં જ ચંદ્રપુરમાં આવેલ એક મહાશિવલિંગ મંદિરમાં આયોજિત રુદ્રાભિષેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાતચીતમાં નવરાત્રિમાં મુસ્લિમોના પ્રવેશ અંગે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. તેઓએ કહ્યું કે, "આપણાં પર્વો સમાજના દરેક લોકોને એકસાથે લઈને ચાલે છે. જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ગરબા જોવા કે તેનો લુફ્ત ઉઠાવવા માંગે છે, તો તેમાં કંઈ જ ખોટું નથી. તેઓએ આ જ મુદ્દે આગળ ઉમેર્યું કે તહેવારો તો સમાજમાં આનંદ-ઉલ્લાસ લઈને આવતાં હોય છે, અને આપણે સૌએ સાથે મળીને તે સેલિબ્રેટ કરવા જોઈએ." આમ, અમૃતાજીએ રાણેસાહેબના નિવેદનની સાવ વિપરીત મંતવ્ય આપ્યું છે.
જોકે, તેઓએ પબ્લિક ઇવેન્ટ્સમાં થતાં ડીજેના ઉપયોગ અંગે નિયમોના પાલન પર ભાર આપ્યો હતો. આ મામલે તેઓએ જણાવ્યું કે. "ધર્મ અને શ્રદ્ધાનું પાલન ઘરમાં કરવું જોઈએ, જ્યારે જાહેર કાર્યક્રમો (Maharashtra) સરકારી અને કોર્ટના નિયમો મુજબ થવા જોઈએ, જેથી આસપાસના લોકોને કે સમાજને કોઈ તકલીફ ન પડે."
બીજી તરફ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમિત ઠાકરેએ પણ નિતેશ રાણેના મુસ્લિમોના ગરબા પરના પ્રવેશબાંધ અંગેના નિવેદન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ રીતે મુસ્લિમો માટે નવરાત્રિઉત્સવમાં એન્ટ્રી મેળવવા આધાર કાર્ડ ફરજિયાત કરવા અને ધર્માંતરણ કરવા અંગેના મુદ્દે મંતવ્યો આપતાં અમિત ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારના વિવાદો માત્ર વાતાવરણ ડહોળવાનું અને રમખાણો ભડકાવવાનું કામ કરે છે.
આમ, એક તરફ નિતેશ રાણેએ ગરબ્યામાં લવ જેહાદ ન થાય તેવો મુદ્દો કાઢતાં મુસ્લિમોને ગરબાના કાર્યક્રમોમાં એન્ટ્રી ન આપવાની વાત કરી અને હવે ચીફ મિનિસ્ટરના વાઇફે કહ્યું કે ગરબામાં નોનહિન્દુ જોડાય તો તેમાં જોઈ ખોટું નથી. આમ બે જુદા જુદા પ્રકારના મંતવ્યોથી રાજકારણ ગરમાયું છે! હાલની (Maharashtra) આ પ્રતિક્રિયાઓ જોતાં જણાઈ રહ્યું છે કે રાજ્યમાં ગરબાના ઇવેન્ટ્સમાં મુસ્લિમોની એન્ટ્રીના નિયમોને લઈને રાજકીય પક્ષો સામસામે આવી ગયા છે.
